ફંક્શનમાં સોનાક્ષીએ રેડ કલરનો અનારકલી સૂટ પહેર્યો હતો અને આ ડ્રેસમાં તેણે પોતાના પેટને દુપટ્ટાથી સંપૂર્ણ રીતે કવર કર્યું હતું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોનાક્ષી સિંહાએ પતિ ઝહીર ઇકબાલ સાથે હાલમાં ડિઝાઇનર વિક્રમ ફડણીસના ફૅશન- શોમાં હાજરી આપી હતી. આ ફંક્શનમાં સોનાક્ષીએ રેડ કલરનો અનારકલી સૂટ પહેર્યો હતો અને આ ડ્રેસમાં તેણે પોતાના પેટને દુપટ્ટાથી સંપૂર્ણ રીતે કવર કર્યું હતું. આ સિવાય પોઝ આપતી વખતે એક તબક્કે સોનાક્ષીનો દુપટ્ટો ખસી ગયો ત્યારે તેણે તરત દુપટ્ટો ફરીથી ખેંચીને પોતાનું પેટ કવર કરી દીધું હતું. સોનાક્ષીનો આ પ્રકારનો વિડિયો જોઈને ફૅન્સ કમેન્ટ્સ કરી રહ્યા છે કે સોનાક્ષી ચોક્કસ પ્રેગ્નન્ટ છે અને તેના ચહેરા પર જે ગ્લો છે એ પ્રેગ્નન્સીનો ગ્લો જ છે. જોકે આ મામલે સોનાક્ષી કે ઝહીરે કોઈ સ્પષ્ટતા નથી કરી.

