કરીના કપૂર કહે છે કે હું કોઈ પણ પ્રકારની કૉસ્મેટિક ટ્રીટમેન્ટથી દૂર રહેવામાં માનું છું
કરીના કપૂર
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સર્જરી કરાવીને યુવાન અને ખૂબસૂરત દેખાવાનો ટ્રેન્ડ સામાન્ય બની ગયો છે. અનેક ઍક્ટ્રેસે આવી સર્જરી કરાવી છે. જોકે એવી કેટલીક ઍક્ટ્રેસ છે જે પોતાની જાતને આવી કૉસ્મેટિક ટ્રીટમેન્ટથી દૂર રાખે છે. કરીના કપૂર પણ એવી જ ઍક્ટ્રેસ છે જે આવી ટ્રીટમેન્ટથી દૂર રહેવામાં માને છે. તેની પાસે બોટોક્સથી દૂર રહેવા માટે પોતાની ટ્રિક અને ફિટનેસ ટ્રેઇનિંગ છે.
હાલમાં કરીનાએ એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. એ ઇવેન્ટમાં કરીનાએ પોતાની વયનો સ્વીકાર કરવાની સાથોસાથ વધતી વયે કોઈ પણ કૉસ્મેટિક ટ્રીટમેન્ટ વગર ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા વિશેના પોતાના પ્રયાસની વાત કરી છે. કરીનાએ પોતાની ફિટનેસ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે યોગ્ય આહાર લેવો જોઈએ. વય તો વધવાની જ છે અને આ જ જીવન છે. મને વધતી વયનો સ્વીકાર કરવામાં કોઈ સમસ્યા નથી. જોકે હું શરીર અને ત્વચાને સ્વસ્થ રાખે એવી ઍક્ટિવિટી કરતી રહી છું. યોગ્ય પ્રમાણમાં ઘીનું સેવન, ખીચડી ખાવી, મસલ્સ સ્ટ્રૉન્ગ રહે એ માટે વેઇટ ટ્રેઇનિંગ કરવી, થોડું ચાલવું, સૂર્યનમસ્કાર કરવા, ત્વચાની જાળવણી કરવી અને બોટોક્સ પર નિર્ભર રહેવાને બદલે જાત પર ધ્યાન આપવું. આ રીતે બોટોક્સથી દૂર રહી શકાય છે.’

