તે છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી
ફાઇલ તસવીર
કૅટરિના કૈફે હાલમાં જ તેને મળેલી હૉલીવુડની ઑફરને નકાર આપ્યો છે. તેનું માનવું છે કે આ પ્રોજેક્ટ તેની લાઇફમાં નવો વળાંક લઈને આવ્યો હોત. તે છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી. આજે પ્રિયંકા ચોપડા જોનસ હૉલીવુડમાં ખૂબ ઍક્ટિવ છે. આવો જ ચાન્સ કૅટરિનાએ ઠુકરાવી દીધો છે. એ વિશે કૅટરિના કહે છે, ‘મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં ફરીથી આવી ઑફર મળશે. આ મારી કરીઅરમાં એક નવો અધ્યાય લખશે. એને લઈને તો હું પણ આતુર છું.’
હવે બૅલૅન્સ જાળવી રાખવા પર ધ્યાન આપતી કૅટરિના કહે છે, ‘હું હંમેશાંથી દર્શકોને મહત્ત્વ આપતી આવી છું. હવે તો હું બૅલૅન્સ જાળવી રાખવા પર ધ્યાન આપું છું. હું વિચારું છું કે કઈ સ્ટોરી દર્શકોને જોડે છે? પર્સનલી અને એક ઍક્ટર તરીકે હું કોઈ વસ્તુ સાથે કનેક્ટ થઈ શકું એના પર ધ્યાન રાખું છું? શેનાથી મારો વિકાસ થશે? કઈ વસ્તુ મને સંતોષ આપે છે? હાલમાં આવું જ વિચારીને હું કામ કરું છું.’