ઇન્ડિયન કુટ્યુઅર વીકમાં સારા અલી ખાને પણ પોતાનો જાદુ બતાવ્યો
સારા અલી ખાન, ખુશી કપૂર
ફૅશન ડિઝાઇન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (FDCI) દ્વારા નવી દિલ્હીમાં યોજાતા ઇન્ડિયન કુટ્યુઅર વીક (ICW)માં મંગળવારે સારા અલી ખાન અને ખુશી કપૂરે રૅમ્પ પર પોતાની ચમક બતાવી. સારાએ ડિઝાઇનર આયશા રાવ માટે શોસ્ટૉપર તરીકે રૅમ્પ-વૉક કર્યો, જ્યારે ખુશી કપૂરે ડિઝાઇનર રિમઝિમ દાદુ માટે રૅમ્પ પર જાદુ બતાવ્યો.
સારા અલી ખાને ડિઝાઇનર આયશા રાવના ડેબ્યુ કલેક્શન ‘વાઇલ્ડ ઍટ હાર્ટ’ માટે રોઝ ગોલ્ડ લેહંગો પહેરીને રૅમ્પ-વૉક કર્યો હતો. તેનો લુક મિનિમમ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ થયો હતો. ખુશી કપૂરે ડિઝાઇનર રિમઝિમ દાદુના ઑક્સિન કલેક્શન માટે શોસ્ટૉપર તરીકે રૅમ્પ-વૉક કર્યો. તેનું ટૂ-પીસ આઉટફિટ ગુજરાતના વણજારા લોકોના આઉટફિટથી પ્રેરિત હતું જે આધુનિક સ્ટાઇલ સાથે પરંપરાનું કૉમ્બિનેશન સમાન હતું.

