આ શીટ મુજબ ૧૧ શહેરોમાંથી દિલ્હીને સૌથી વધુ ૮ બોલીઓ મળી હતી જ્યારે કટકને કોઈ બોલી મળી નહોતી.
શીટ
IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ ૨૦૦૮ની IPL સીઝનની મૂળ ફ્રૅન્ચાઇઝીની બિડ-શીટ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. આ શીટ મુજબ ૧૧ શહેરોમાંથી દિલ્હીને સૌથી વધુ ૮ બોલીઓ મળી હતી જ્યારે કટકને કોઈ બોલી મળી નહોતી.
મુંબઈ સૌથી મોંઘી ફ્રૅન્ચાઇઝી તરીકે ઊભરી આવી હતી. એને રિલાયન્સની પેટા કંપની રાઠી પ્રિયા ટ્રેડિંગ દ્વારા ૧૧૧.૯ મિલ્યન ડૉલરની બોલી સાથે હસ્તગત કરવામાં આવી હતી જ્યારે જયપુર ૬૭ મિલ્યન ડૉલરની સૌથી ઓછી ખર્ચાળ ફ્રૅન્ચાઇઝી હતી.
ADVERTISEMENT
લલિત મોદીએ આ શીટ સાથે રસપ્રદ માહિતી શૅર કરતાં લખ્યું હતું કે ‘૨૦૦૮માં ૨૪ જાન્યુઆરીએ બપોરે ૧૨ વાગ્યે મુંબઈના ક્રિકેટ સેન્ટર ખાતે બોલીઓ લાગી હતી. એ દિવસે સવારે એક ડૉલર ૪૦ રૂપિયાનો હતો. દરેક શહેર માટે મોટી બોલી લગાડનાર કંપનીઓએ બોલીની રકમ ૧૦ વર્ષમાં સમાન હપ્તામાં ચૂકવવાની હતી.
