Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૅનન પરિવારને રિયલ એસ્ટેટે કરાવી આપ્યો ૪.૬૦ કરોડ રૂપિયાનો નફો

સૅનન પરિવારને રિયલ એસ્ટેટે કરાવી આપ્યો ૪.૬૦ કરોડ રૂપિયાનો નફો

Published : 13 June, 2026 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતી સૅનન, બહેન નૂપુર સૅનન અને તેમની મમ્મીએ ૮.૯૦ કરોડ રૂપિયામાં વેચ્યા અંધેરીના ચાર ફ્લૅટ, ક્રિતી સૅનન, તેની બહેન નૂપુર સૅનન અને મમ્મી ગીતા સૅનને અંધેરી-વેસ્ટ વિસ્તારમાં રાહેજા ક્લાસિક પ્રોજેક્ટમાં આવેલા પોતાના ચાર ફ્લૅટ વેચી દીધા છે.

સૅનન પરિવારને રિયલ એસ્ટેટે કરાવી આપ્યો ૪.૬૦ કરોડ રૂપિયાનો નફો

સૅનન પરિવારને રિયલ એસ્ટેટે કરાવી આપ્યો ૪.૬૦ કરોડ રૂપિયાનો નફો


ક્રિતી સૅનન, તેની બહેન નૂપુર સૅનન અને મમ્મી ગીતા સૅનને અંધેરી-વેસ્ટ વિસ્તારમાં રાહેજા ક્લાસિક પ્રોજેક્ટમાં આવેલા પોતાના ચાર ફ્લૅટ વેચી દીધા છે. પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનના દસ્તાવેજો મુજબ આ ચારેય ફ્લૅટનું કુલ વેચાણમૂલ્ય આશરે ૮.૯૦ કરોડ રૂપિયા રહ્યું છે. આ તમામ સોદાઓ એપ્રિલમાં થયા હતા. આ તમામ ફ્લૅટ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ ખરીદ્યા છે.
વેચાયેલા ચાર ફ્લૅટ્સમાંથી બે મોટા ફ્લૅટ્સનો સોદો ૩.૨૩ કરોડ રૂપિયા પ્રતિ ફ્લૅટના ભાવે થયો હતો. રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર દરેક ફ્લૅટનો બિલ્ટ-અપ એરિયા આશરે ૬૫૪.૨૩ સ્કવેર ફુટ અને કાર્પેટ એરિયા આશરે ૫૪૫ સ્કવેર ફુટ છે. 

આ સિવાય બાકીના બે ફ્લૅટ્સ ૧.૨૧ કરોડ રૂપિયા પ્રતિ ફ્લૅટના ભાવે વેચાયા હતા. આ ફ્લૅટ્સનો બિલ્ટ-અપ એરિયા આશરે ૨૪૬.૦૬ સ્કવેર ફુટ અને કાર્પેટ એરિયા આશરે ૨૦૫ સ્કવેર ફુટ છે. 
આ વેચાણથી સૅનન-પરિવારને તેમના રિયલ એસ્ટેટ રોકાણ પર નોંધપાત્ર નફો પણ થયો છે. દસ્તાવેજો મુજબ ૨૦૧૩ના જુલાઈમાં ગીતા સૅનને બે ફ્લૅટ્સ આશરે ૧.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. ત્યાર બાદ ૨૦૧૭ના જૂનમાં ક્રિતી અને નૂપુર સૅનને અન્ય બે ફ્લૅટ્સ આશરે ૨.૯૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આ રીતે ચારેય ફ્લૅટ્સમાં પરિવારનું કુલ રોકાણ આશરે ૪.૩૧ કરોડ રૂપિયા હતું. હવે આ મિલકતો ૮.૯૦ કરોડ રૂપિયામાં વેચાતાં પરિવારે અંદાજે ૪.૬૦ કરોડ રૂપિયાનો નફો કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK