બન્ને થોડું અંતર રાખીને ચાલતાં હતાં, પરંતુ અંતે એક જ કારમાં બેસીને ગયાં
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ પછી મલાઇકા અરોરાના જીવનમાં નવા પ્રેમીની એન્ટ્રી થઈ હોવાની ચર્ચા છે. રિપોર્ટ પ્રમાણે બાવન વર્ષની મલાઇકા હવે ૩૩ વર્ષના હીરાના વેપારી હર્ષ મહેતાને ડેટ કરી રહી છે. રિલેશનશિપની આ અટકળો વચ્ચે મલાઇકા અને હર્ષ ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. રિલેશનશિપની આ અટકળો વચ્ચે મલાઇકા અને હર્ષ ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. ઍરપોર્ટ પર બન્ને થોડું અંતર રાખીને ચાલતાં હતાં, પરંતુ અંતે એક જ કારમાં બેસીને ચાલ્યાં ગયાં જેને લીધે આ અફવાને વધુ વેગ મળ્યો છે. મલાઇકા અને હર્ષ આ પહેલાં ૨૯ ઑક્ટોબરે મુંબઈમાં યોજાયેલી એક કૉન્સર્ટમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. ત્યાં બન્ને સાથે વાત કરતાં અને પછી સાથે બહાર નીકળતાં જોવા મળ્યાં હતાં.


