સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે મૃણાલ અને શ્રેયસ તેમની રિલેશનશિપને લો-પ્રોફાઇલ રાખી રહ્યાં છે
મૃણાલ ઠાકુર
ક્રિકેટર શ્રેયસ ઐયર હાલમાં પોતાની ઇન્જરીમાંથી રિકવર થઈ રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયા પર તેની અને ઍક્ટ્રેસ મૃણાલ ઠાકુરની રિલેશનશિપની ચર્ચા છે. થોડા સમય પહેલાં મૃણાલ અને ઍક્ટર ધનુષનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાના સમાચાર હતા પણ હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે મૃણાલ અને શ્રેયસ વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું છે.
સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે મૃણાલ અને શ્રેયસ તેમની રિલેશનશિપને લો-પ્રોફાઇલ રાખી રહ્યાં છે, કારણ કે બન્ને અત્યારે પોતાની કરીઅર પર ધ્યાન આપવા માગે છે અને મીડિયાની નજરથી દૂર રહેવા માગે છે. આને કારણે જ બન્ને જાહેરમાં સાથે નથી દેખાતાં, પણ મોટા ભાગે એકબીજાના ઘરે કે ખૂબ નજીકના મિત્રોની પાર્ટીમાં એકબીજા સાથે સમય ગાળે છે. મળતી માહિતી પ્રમાણે યોગ્ય સમયે તેઓ જાહેરમાં સાથે દેખાઈને તેમની રિલેશનશિપનો ખુલાસો કરવાના પ્લાનિંગમાં છે. જોકે આ સંબંધને લઈને અત્યાર સુધી મૃણાલ કે શ્રેયસ બન્નેમાંથી કોઈએ સત્તાવાર નિવેદન નથી આપ્યું.


