આ શુક્રવારે OTT પર આવશે મોનિકા પનવાર, રજત કપૂર, અભિષેક ચૌહાણની `ખૌફ`, બાબિલ ખાનની `લૉગઆઉટ` અને રકુલ પ્રીત સિંહ, અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકરની `મેરે હસબન્ડ કી બીવી`.
ખૌફ, લૉગઆઉટ અને મેરે હસબન્ડ કી બીવીના પોસ્ટર્સ
ખૌફ
‘ખૌફ’ ૮ એપિસોડની સસ્પેન્સ હૉરર ડ્રામા સિરીઝ છે. આ સિરીઝમાં હૉસ્ટેલને બૅકગ્રાઉન્ડમાં રાખીને ત્યાં બનતી રહસ્યમય ઘટનાને આવરી લેવામાં આવી છે. આ સિરીઝમાં મોનિકા પનવાર, રજત કપૂર, અભિષેક ચૌહાણ, ગીતાંજલિ કુલકર્ણી અને શિલ્પા શુક્લા જેવાં ઍક્ટર્સ કામ કરી રહ્યાં છે. પ્રાઇમ વિડિયો પર જોવા મળશે.
લૉગઆઉટ
‘લૉગઆઉટ’ એક સાઇકોલૉજિકલ થ્રિલર છે જેમાં બાબિલ ખાન ૨૬ વર્ષના એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર પ્રત્યુષ દુઆનો રોલ ભજવી રહ્યો છે. પ્રત્યુષના ૧૦ મિલ્યન ફૉલોઅર્સ થવાના હોય છે અને તેનો ફોન ખોવાઈ જાય છે. આ પરિસ્થિતિમાં એક પછી એક પ્રસંગ બનતા જાય છે અને એક થ્રિલરનું સર્જન થાય છે. ઝી ફાઇવ પર જોવા મળશે.
મેરે હસબન્ડ કી બીવી
‘મેરે હસબન્ડ કી બીવી’ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ, અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં છે. આ એક રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મ જ્યારે થિયેટરમાં રિલીઝ થઈ હતી ત્યારે એને ખાસ સફળતા નહોતી મળી, પણ કૉમેડી ફિલ્મના ચાહકોને એ ગમે એવી છે. જિયો હૉટસ્ટાર પર જોવા મળશે.

