Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરિવાર સાથે ક્રોએશિયા ગયેલી શિલ્પાનો બર્થ-ડે બગડ્યો

પરિવાર સાથે ક્રોએશિયા ગયેલી શિલ્પાનો બર્થ-ડે બગડ્યો

Published : 12 June, 2025 11:57 AM | Modified : 13 June, 2025 07:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેસ્ટોરાંમાં ઍક્ટ્રેસે કરેલા ઝઘડાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો

શિલ્પા શેટ્ટીએ શૅર કરેલી તસવીર (ડાબે), વિડિયોમાં શિલ્પા શેટ્ટી અને તેમનો પરિવાર સ્પષ્ટ રીતે દેખાતો નથી, પરંતુ ફુટેજમાં રેસ્ટોરાંની બહાર થયેલો હોબાળો (જમણે)

શિલ્પા શેટ્ટીએ શૅર કરેલી તસવીર (ડાબે), વિડિયોમાં શિલ્પા શેટ્ટી અને તેમનો પરિવાર સ્પષ્ટ રીતે દેખાતો નથી, પરંતુ ફુટેજમાં રેસ્ટોરાંની બહાર થયેલો હોબાળો (જમણે)


શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રા અને પરિવાર સાથે ક્રોએશિયામાં છે. તેણે ત્યાં પોતાની પચાસમી વર્ષગાંઠ ઊજવી હતી. આ ઉજવણી વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. હવે સમાચાર મળ્યા છે કે શિલ્પા અને તેની ટીમે ત્યાં એક વિદેશી પર્યટક સાથે બોલાચાલી કરી અને એનો વિડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. જોકે આ વિડિયોમાં શિલ્પા જોવા નથી મળતી, પણ અવાજ સાંભળીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શિલ્પાનો જ અવાજ છે.


સોશ્યલ મીડિયા પર જે વ્યક્તિએ આ વિડિયો શૅર કર્યો છે તેણે ઘટનાક્રમ જણાવતાં કહ્યું હતું, ‘આ ઘટના ૨૦૨૫ની ૯ જૂને ક્રોએશિયાના હવાર ટાપુ પર બની હતી. એક વિદેશી મહિલા જમી રહી હતી અને તેઓ (શિલ્પા શેટ્ટી અને ટીમ) મોટેથી બોલી રહ્યાં હતાં. વિદેશી મહિલાએ તેમને અવાજ ધીમો કરવા કહ્યું. જોકે રાજ કુન્દ્રાએ જવાબ આપ્યો કે તમે નથી જાણતા કે અમે કોણ છીએ. હું એ લાઇનને વિડિયોમાં રેકૉર્ડ કરી શક્યો નહીં, કારણ કે આ બધું ખૂબ જ અચાનક બન્યું હતું.’



આ વિડિયોમાં શિલ્પા શેટ્ટી અને તેમનો પરિવાર સ્પષ્ટ રીતે દેખાતો નથી, પરંતુ ફુટેજમાં રેસ્ટોરાંની બહાર હોબાળો, મોટો અવાજ અને ભીડ જરૂર દેખાઈ રહી છે. આ વિડિયો વાઇરલ થયા પછી ઇન્ટરનેટ પર શિલ્પા ટ્રોલ થઈ રહી છે. જોકે આ ઘટના પછી પણ શિલ્પાએ સોશ્યલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તે સમુદ્રના કિનારે પોઝ આપી રહી છે.


શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની સ્પષ્ટતા

ક્રોએશિયાની એક રેસ્ટોરાંમાં શિલ્પા શેટ્ટી અને તેમના પરિવારે કરેલા ઝઘડાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સ્થિતિમાં શિલ્પાના પતિ રાજ કુન્દ્રાએ સ્પષ્ટતા કરી છે કે ‘મેં આ રેસ્ટોરાંને મારી પત્નીના જન્મદિવસની ઉજવણી માટે એક વર્ષ અગાઉથી બુક કરી હતી. કમનસીબે, જ્યારે અમે ત્યાં પહોંચ્યાં ત્યારે અમને જણાવવામાં આવ્યું કે અમારું ટેબલ બીજા ગ્રુપને આપી દેવામાં આવ્યું છે, કારણ કે તેમના જણાવ્યા મુજબ એક જ એજન્ટ દ્વારા ‘ડબલ બુકિંગ’ની ભૂલ થઈ હતી, જ્યારે મેં અને મારા પરિવારે આ વિશે દલીલ કરી ત્યારે અમને શાંત રહેવા કહેવામાં આવ્યું. એ એક ખાસ સાંજ બનવાની હતી, એ બિનજરૂરી રીતે સ્ટ્રેસફુલ બની ગઈ. મેં આ ફૅમિલી-વેકેશનનું એક વર્ષથી વધુ સમયથી પ્લાનિંગ કર્યું હતું, પણ રેસ્ટોરાંના ખરાબ મૅનેજમેન્ટને કારણે એ બગડી ગયું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK