રામ-સીતાની ગાથા દર્શાવતી ‘રામાયણ’માં રામની ભૂમિકા રણબીર કપૂર ભજવી રહ્યો છે જ્યારે માતા જાનકીની ભૂમિકામાં સાઉથની સ્ટાર સાઈ પલ્લવી જોવા મળશે
જોઈ લો રામાયણનો ફર્સ્ટ લુક
નીતેશ તિવારીના ડિરેક્શનમાં ૮૩૫ કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે બનેલી ‘રામાયણ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે અને સાથે જ પહેલી વખત ફિલ્મની સ્ટારકાસ્ટ, ફિલ્મના બન્ને ભાગની રિલીઝ-ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મનો પ્રથમ ભાગ ૨૦૨૬ની દિવાળીમાં અને બીજો ભાગ ૨૦૨૭ની દિવાળીમાં રિલીઝ થશે.
રામ-સીતાની ગાથા દર્શાવતી ‘રામાયણ’માં રામની ભૂમિકા રણબીર કપૂર ભજવી રહ્યો છે જ્યારે માતા જાનકીની ભૂમિકામાં સાઉથની સ્ટાર સાઈ પલ્લવી જોવા મળશે. આ ફિલ્મમાં લંકાપતિ રાવણની ભૂમિકા KGF ફેમ સાઉથ સ્ટાર યશ નિભાવશે. ભગવાન રામના ભક્ત હનુમાનની ભૂમિકા સની દેઓલ ભજવશે, જ્યારે રામની સાથે પડછાયાની જેમ રહેનાર લક્ષ્મણની ભૂમિકા ટીવી-ઍક્ટર રવિ દુબે ભજવશે. દમદાર સ્ટારકાસ્ટની સાથે ફિલ્મમાં પહેલી વખત ઑસ્કર જીતેલા બે મ્યુઝિક લેજન્ડ્સ હાન્સ ઝિમર અને એ. આર. રહમાને સાથે મળીને ફિલ્મનું સંગીત રચ્યું છે.

