Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરકારી નોકરી કરતી ૨૨૮૯ મહિલાઓ લાડકી બહિણ નથી

સરકારી નોકરી કરતી ૨૨૮૯ મહિલાઓ લાડકી બહિણ નથી

Published : 04 July, 2025 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યોજનાનો ગેરલાભ ઉઠાવતી હોવાથી લાભાર્થી તરીકે નામ હટાવી દેવાયાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના શરૂ થઈ ત્યારથી છબરડાઓ ચાલુ જ છે. ગુરુવારે રાજ્યનાં વિકાસપ્રધાન અદિતિ તટકરેએ વિધાનસભામાં આ યોજના સાથે જોડાયેલી મહત્ત્વની જાણકારી આપતાં કહ્યું હતું કે ‘૨૨૮૯ લાભાર્થી મહિલાઓ એવી છે જે સરકારી નોકરીમાં હોવા છતાં આ યોજનાનો લાભ લઈ રહી છે. આ મહિલાઓનાં નામ હટાવીને તેમને ૧૫૦૦ રૂપિયા આપવાનું બંધ કરવામાં આવ્યું છે.’


૨૦૨૩થી બાળ અને મહિલા વિકાસ વિભાગ અને મહારાષ્ટ્ર સરકારે ૨૧થી ૬૫ વર્ષની જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક મદદ કરવા માટે લાડકી બહિણ યોજના શરૂ કરી હતી. સરકારી નોકરી હોવા છતાં આ યોજનાનો લાભ લેનારી મહિલાઓ સામે સરકારે પગલાં લીધાં છે.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2025 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK