હાલમાં એક ઇન્ટરવ્યુમાં રણવીરે પોતાની ફેવરિટ જ્વેલરી વિશે વાત કરતી વખતે દીપિકા માટેની પોતાની લાગણીનો પરિચય આપ્યો હતો
વેડિંગ રિંગ રણવીર સિંહની પ્રિય જ્વેલરી છે
રણવીર સિંહ ઘણી વખત જાહેરમાં પત્ની દીપિકા પાદુકોણ પ્રત્યેની લાગણીનો એકરાર કરે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં રણવીરે પોતાની ફેવરિટ જ્વેલરી વિશે વાત કરતી વખતે દીપિકા માટેની પોતાની લાગણીનો પરિચય આપ્યો હતો.
આ ઇન્ટરવ્યુમાં જ્યારે રણવીરને સવાલ કરવામાં આવ્યો કે કઈ જ્વેલરી તને સૌથી વધારે પ્રિય છે ત્યારે તેણે કહ્યું, ‘દીપિકાથી જોડાયેલી દરેક વસ્તુ મારી ફેવરિટ છે પરંતુ સૌથી ખાસ છે મારી વેડિંગ રિંગ, કારણ કે એ મને મારી પત્નીએ આપી છે. મને મારી માતાના હીરાના ઝુમકા અને દાદીની મોતીની જ્વેલરી પણ બહુ પ્રિય છે.’


