Saif Ali Khan Hotel Case: અમૃતા અરોરા લાડક શનિવારે મુંબઈની એક કોર્ટમાં સૈફ અલી ખાન વિરુદ્ધ હોટલમાં થયેલી બોલાચાલીના કેસમાં સાક્ષી તરીકે હાજર થઈ હતી.
સૈફ અલી ખાનની ફાઇલ તસવીર
Saif Ali Khan Hotel Case: બોલિવૂડ અભિનેત્રી અમૃતા અરોરા લાડક શનિવારે મુંબઈની એક કોર્ટમાં સૈફ અલી ખાન વિરુદ્ધ હોટલમાં થયેલી બોલાચાલીના કેસમાં સાક્ષી તરીકે હાજર થઈ હતી. સૈફ અલી ખાન પર 2012માં એક ફાઇવ સ્ટાર હોટલમાં એક ઉદ્યોગપતિ અને તેના સસરા પર હુમલો કરવાનો આરોપ છે.
ક્યારે બની હતી આ ઘટના?
ADVERTISEMENT
આ કથિત ઘટના 13 વર્ષ પહેલા બની હતી. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ એક હોટલમાં અરોરા લાડક ખાન સાથે સૈફ અલી ખાને (Saif Ali Khan Hotel Case) સમૂહ ભોજન કર્યું હતું. ત્યારે આ કથિત ઘટના બની હતી. અભિનેત્રીએ કોર્ટમાં જણાવ્યું હતું કે હોટેલ દ્વારા તેમને એક અલગ સ્થાન અપવાં આવ્યું હતું. જ્યાં તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ફરિયાદી આવ્યો હતો. તે બૂમો પાડવા લાગ્યો અને ગાળંગાળી કરવા લાગ્યો હતો. જોર જોરથી અવાજ કરવા લાગ્યો હતો.
આ મામલે અભિનેત્રીએ કહ્યું કે "અમે જોયું કે કોઈ અમારા રૂમમાં ઘૂસી ગયું છે અને ખૂબ જ મોટેથી, આક્રમક અવાજમાં, અમને ચૂપ થઈ જવા માટે કહી રહ્યું છે. અમે બધા હક્કાબક્કા રહી ગયા હતા. ત્યારબાદ સૈફ અલી ખાન તરત જ ઊભો થયો અને તેણે માફી માંગી હતી.
એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે આ કિસ્સો (Saif Ali Khan Hotel Case) બન્યો ત્યારબાદ પેલી વ્યક્તિ ત્યાંથી ચાલી ગઈ હતી. અને ડિનર ફરી શરૂ થયું હતું. જો કે, થોડા સમય બાદ જ્યારે ખાન વૉશરૂમમાં ગયો ત્યારે ત્યાંથી ફરી અવાજો આવવા લાગ્યા હતા. અભિનેત્રીએ જણાવ્યું કે થોડી વાર પછી તેણે પેલી વ્યક્તિને રૂમમાં પ્રવેશતા જોઈ અને ખાનને મરર મારતા પણ જોઈ. અમૃતાએ કહ્યું કે આ પછી બધાએ દરમિયાનગીરી કરી અને બંનેને છૂટા પાડ્યા હતા.
પેલી વ્યક્તિએ ખાનને ગાળો આપવાની શરૂ જ રાખી અને ગંભીર પરિણામો (Saif Ali Khan Hotel Case) ભોગવવા પડશે એવી ધમકી પણ આપી હતી. બિઝનેસમેન ઈકબાલ શર્મા સાથે સૈફ અલી ખાનનો ઝઘડો થયો ત્યારે કરીના કપૂર, કરિશ્મા, મલાઈકા અરોરા ખાન, અમૃતા અરોરા લાડક અને કેટલાક અન્ય મિત્રો સાથે હોટલમાં હતા.
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે ઈકબાલ શર્માએ ખાનના મિત્રવર્તુળને ઊંચા અવાજે વાત કરવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે સૈફ અલી ખાને કથિત રીતે પહેલા તેને ધમકી આપી હતી અને બાદમાં તેના નાકના ભાગે મુક્કો પણ માર્યો હતો, જેના કારણે તેને ત્યાં ફ્રેક્ચર થયું હતું.
બિઝનેસમૅને એવો પણ દાવો કર્યો હતો કે ખાન (Saif Ali Khan Hotel Case) અને તેના મિત્રોએ તેના સસરા રમણ પટેલ પર હુમલો કર્યો હતો. જો કે, ખાને કહ્યું છે કે શર્માએ અમારા ગ્રુપની મહિલાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરીને પરિસ્થિતિને ઉશ્કેરી હતી, જેના કારણે બોલાચાલી થઈ હતી. હાલ, સૈફ અલી ખાન, તેના બે મિત્રો-શકીલ લાડક અને બિલાલ અમરોહીનું નામ કલમ 325 (હુમલો) હેઠળની ચાર્જશીટમાં છે.

