સલમાન ખાન જ્યારે પણ સોશ્યલ મીડિયા પર કોઈ પોસ્ટ કરે છે ત્યારે એ ગણતરીની મિનિટોમાં ચર્ચાનો વિષય બની જાય છે
સલમાને સોશ્યલ મીડિયામાં બે તસવીરો શૅર કરી છે. આ પોસ્ટની કૅપ્શનમાં તેણે માત્ર ‘માતૃભૂમિ’ લખ્યું છે.
સલમાન ખાન જ્યારે પણ સોશ્યલ મીડિયા પર કોઈ પોસ્ટ કરે છે ત્યારે એ ગણતરીની મિનિટોમાં ચર્ચાનો વિષય બની જાય છે. આ વખતે પણ તેણે કોઈ મોટું એલાન કે ફિલ્મનું નવું ટીઝર જાહેર કર્યા વગર માત્ર બે તસવીરો અને એક શબ્દ પોસ્ટ કરીને ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. આ પોસ્ટમાં સલમાનનો રફ-ટફ અને સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે.
સલમાને સોશ્યલ મીડિયામાં બે તસવીરો શૅર કરી છે. આ પોસ્ટની કૅપ્શનમાં તેણે માત્ર ‘માતૃભૂમિ’ લખ્યું છે. પોસ્ટ સામે આવતાં જ ચાહકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે અને ફૅન્સ તેના નવા લુકનાં વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ તસવીરોમાં સલમાન કાળા રંગના સ્લીવલેસ ટી-શર્ટ, લાઇટ બ્લુ રિપ્ડ જીન્સ અને કાઉબૉય હૅટમાં જોવા મળી રહ્યો છે. ચારે તરફ હરિયાળી, પહાડો અને વાદળોથી ઘેરાયેલું શાંત વાતાવરણ તસવીરોને વધુ આકર્ષક બનાવે છે. આ તસવીરોમાં સલમાનના સ્લીવલેસ ટી-શર્ટમાં તેની શાનદાર ફિટનેસ અને દમદાર બાઇસેપ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ૬૦ વર્ષની ઉંમરમાં સલમાનની ફિટ બોડી જોઈને ચાહકો ફરી એક વાર તેનાં વખાણ કરી રહ્યા છે. હાથમાં ઘડિયાળ, બ્રેસલેટ અને કાઉબૉય હૅટ તેના રગેડ લુકને વધુ આકર્ષક બનાવે છે.
