Sardaarji 3 Row: અનુપમ ખેરે `તન્વી ધ ગ્રેટ`ના પ્રમોશન દરમિયાન દિલજીત દોસાંઝને ‘સરદાર જી 3’માં હાનિયા આમિરને કાસ્ટ કરવા પર કહ્યું…‘તેનો અધિકાર છે, પણ હું તેની જગ્યાએ હોત તો ક્યારેય આવું ન કર્યું હોત’
અનુપમ ખેર, દિલજીત દોસાંઝ
અભિનેતા અને ફિલ્મ નિર્માતા અનુપમ ખેર (Anupam Kher) તેમની આગામી ફિલ્મ `તન્વી ધ ગ્રેટ` (Tanvi the Great)ને કારણે આજકાલ સમાચારમાં છે. આ ફિલ્મ ૧૮ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ દરમિયાન, એક ઇન્ટરવ્યુમાં, અનુપમ ખેરે પંજાબી ફિલ્મ `સરદાર જી 3` (Sardaarji 3) પર ચાલી રહેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી. અનુપમ ખેરે તાજેતરમાં જ પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર (Hania Aamir) સાથે ફિલ્મ `સરદાર જી 3`માં (Sardaarji 3 Row) કામ કરવા બદલ દિલજીત દોસાંજ (Diljit Dosanjh)ની ટીકા કરી હતી. અનુપમે કહ્યું છે કે, દિલજીતને જે કરવું હોય તેનો તેને અધિકાર છે. પણ જો તેઓ દિલજીતની જગ્યાએ હોત તો તેમણે ક્યારેય આ કામ ન કર્યું હોત.
છેલ્લા ઘણા દાયકાઓથી પોતાના અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર અનુપમ ખેર હવે લાંબા સમય પછી પોતાના જૂના સ્વરૂપમાં પાછા ફરી રહ્યા છે. ‘ઓમ જય જગદીશ’ (Om Jai Jagdish) અને ‘આઈ વેન્ટ શોપિંગ ફોર રોબર્ટ ડી નીરો’ (I Went Shopping For Robert De Niro) પછી, તેઓ હવે બીજી ફિલ્મનું દિગ્દર્શન સંભાળી રહ્યા છે. તેમની ફિલ્મ `તનવી ધ ગ્રેટ` આ અઠવાડિયે સિનેમાઘરોમાં આવશે. તેમની ફિલ્મોની સાથે, અનુપમ ખેર કોઈપણ મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, પછી ભલે તે મુદ્દો દેશનો હોય કે બોલિવૂડ (Bollywood)નો.
ADVERTISEMENT
ફિલ્મ `સરદાર જી 3`માં પાકિસ્તાન (Pakistan)ની અભિનેત્રી હાનિયા આમિર સાથે કામ કરવા બદલ દિલજીત દોસાંઝને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અનુપમ ખેરે આ અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. `તન્વી ધ ગ્રેટ`ના પ્રમોશન દરમિયાન આ અંગે એક ઇન્ટરવ્યુમાં અનુપમ ખેર (Anupam Kher opens up on Diljit Dosanjh working with Hania Aamir)એ કહ્યું કે, ‘આ તેમનો મૂળભૂત અધિકાર છે. તેમને તેમના અધિકારનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેમને તેના માટે સ્વતંત્રતા પણ મળવી જોઈએ. જો હું મારા વિચારથી કહું, તો કદાચ મેં તે ન કર્યું હોત જે તેમણે કર્યું.
આ સાથે જ અનુપમ ખેરે ભારતની તુલના પોતાના પરિવાર સાથે કરી અને પાકિસ્તાનને પાડોશી કહ્યું. અભિનેતા-દિગ્દર્શકે કહ્યું કે, ‘ધારો કે, કોઈએ મારા પિતાને થપ્પડ મારી, પણ પછી હું કહું છું કે, `તમે ખૂબ સારું ગાઓ છો, તમે તબલા પણ શાનદાર રીતે વગાડો છો, તો મારા ઘરે આવીને પરફોર્મ કરો.` પણ હું આ કરી શકતો નથી. હું એટલો મહાન નથી. હું જવાબમાં તેને થપ્પડ નહીં મારીશ, પણ હું તેને મારા ઘરે આવવાનો અધિકાર પણ નહીં આપું. જેમ હું મારા ઘરમાં અમુક સિદ્ધાંતોનું પાલન કરું છું, તેમ હું મારા દેશ માટે પણ તેનું પાલન કરું છું. હું એટલો મોટો દિલનો નથી કે કલાના નામે મારા પરિવાર પર હુમલો થતો કે મારી બહેનના સિંદૂરનો નાશ થતો જોઈ શકું. જે લોકો આ કરી શકે છે તેમને સંપૂર્ણ અધિકાર છે.’
શું છે `સરદાર જી 3` વિવાદ?
૭ મેના રોજ, જ્યારે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવ ઉભો થયો, ત્યારે સરકારે (Indian Government)એ ઘણા મોટા નિર્ણય લીધા. જેમાં ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પહેલાથી જ પ્રતિબંધ હતો, પરંતુ ભારતમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) પછી, ભારતમાં તમામ પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, દિલજીત દોસાંઝે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે ફિલ્મ ‘સરદાર જી ૩’માં કામ કર્યું છે. જોકે, આ દરમિયાન, જ્યારે ‘સરદાર જી ૩’નું ટ્રેલર આવ્યું અને લોકોએ દિલજીતની ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને જોઈ, ત્યારે તેઓ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહીં. વિવાદ ટાળવા માટે, આ ફિલ્મ ભારતને બદલે વિદેશમાં રિલીઝ કરવામાં આવી છે. નિર્માતાઓએ દલીલ કરી છે કે આ ફિલ્મ પહેલગામ હુમલા પહેલા બનાવવામાં આવી હતી, અને તેના પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ તેઓ ભારતીયોની લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી, તેથી તેઓ તેને ભારતમાં રિલીઝ કરી રહ્યા નથી. બીજી તરફ, ભારતમાં, દિલજીત પર રાજદ્રોહનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી છે. આ સાથે જ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (Federation of Western India Cine Employees - FWICE)થી લઈને ઘણા ગાયકો સુધી, બધાએ દિલજીત દોસાંઝની ટીકા કરી અને માંગ કરી કે તેમને દેશભક્તિ ફિલ્મ `બોર્ડર 2` (Border 2)માંથી દૂર કરવામાં આવે.

