યશરાજ ફિલ્મ્સ દ્વારા ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આ વાતની જાહેરાત થઈ
ફિલ્મ ‘ડર’
૧૯૯૩માં રિલીઝ થયેલી બૉલીવુડની થ્રિલર ફિલ્મ ‘ડર’માં શાહરુખ ખાન, જુહી ચાવલા અને સની દેઓલે ઍક્ટિંગ કરી હતી. આ ફિલ્મ ૪ એપ્રિલના દિવસે એટલે કે આજે રીરિલીઝ થઈ છે. હાલમાં જ યશરાજ ફિલ્મ્સ દ્વારા ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આ વાતની જાહેરાત કરવામાં આવી છે. યશ ચોપડાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ સાઇકોલૉજિકલ થ્રિલર હતી અને ફિલ્મની વાર્તા ઑબ્સેસિવ લવર રાહુલ (શાહરુખ ખાન)ના કિરણ (જુહી ચાવલા) પ્રત્યેના એકતરફી પ્રેમની આસપાસ ફરે છે.

