હાલમાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક શાહિદ કપૂરે પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે
ઓ’રોમિયોનો ફર્સ્ટ લુક
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી હાલમાં ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ઓ’રોમિયો’માં કામ કરી રહ્યાં છે. હાલમાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક શાહિદ કપૂરે પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે અને સાથોસાથ ફિલ્મની રિલીઝની જાહેરાત કરી છે. ૨૦૨૬ની ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં શાહિદ કાઉબૉય ટોપી પહેરીને પોતાનો ચહેરો છુપાવતો જોવા મળે છે. આ એક ઍક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં નાના પાટેકર પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે. ‘ઓ’રોમિયો’માં શાહિદ અને વિશાલની એકસાથે ચોથી ફિલ્મ છે. આ બન્ને પહેલાં ‘કમીને’, ‘હૈદર’ અને ‘રંગૂન’માં સાથે કામ કરી ચૂક્યા છે.

