શિલ્પાએ ૧૯૭૧ની ફિલ્મ ‘હરે રામા હરે ક્રિષ્ના’ના ઝીનત અમાનનો લુક રીક્રીએટ કર્યો હતો
શિલ્પા શેટ્ટી
હાલમાં શિલ્પા શેટ્ટીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં બિલકુલ ઝીનત અમાન જેવા લુકમાં પોતાની તસવીરો શૅર કરી છે. શિલ્પાએ ૧૯૭૧ની ફિલ્મ ‘હરે રામા હરે ક્રિષ્ના’ના ઝીનત અમાનનો લુક રીક્રીએટ કર્યો હતો. તસવીરમાં તે ખુલ્લા વાળ, ફન્કી સનગ્લાસ, ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળા અને પીળા પ્રિન્ટેડ કો-ઑર્ડ સેટમાં પોઝ આપતી જોવા મળી હતી. શિલ્પાએ આ લુકની તસવીરો શૅર કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘ગ્રેસ, ગ્લૅમ અને ટાઇમલેસ ફૅશનના પ્રતીક ઝીનત અમાનજીને સૅલ્યુટ. તમારી શૈલી અને શબ્દો દ્વારા આજે પણ અમને પ્રેરણા આપવા બદલ આભાર.’

