આ પ્રસંગે પરિવારે ભાવપૂર્ણ પૂજા કરી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શિલ્પા શેટ્ટી પોતાના ઘરે શિર્ડીના સાંઈબાબાની પવિત્ર કફની અને પાદુકાનો દૈવી-પ્રસાદ લઈને આવી છે. આ પ્રસંગે આખો પરિવારે ભાવપૂર્ણ પૂજા કરી હતી અને આ પૂજાનો વિડિયો ચર્ચામાં છે. આ વિડિયોમાં શિલ્પા પોતાના પતિ રાજ કુન્દ્રા અને પરિવાર સાથે સાંઈબાબાની પૂજા કરતી નજરે પડે છે. આ વિડિયોમાં શિલ્પાએ કૅપ્શન લખી છે કે ‘સાંઈબાબા, તમારી પવિત્ર કફની અને પાદુકા ઘરે લાવીને હું પ્રેમ અને કૃતજ્ઞતા અનુભવું છું. તમારી દિવ્ય કૃપા હંમેશાં મારા ઘરમાં અને દિલમાં રહે. શ્રદ્ધા અને સબુરી સાથે હંમેશાં મારું માર્ગદર્શન કરતા રહો. ઓમ સાંઈ રામ.’
સાંઈભક્તો માટે બાબાની કફની અને પાદુકા ઘરે લાવવાનું અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દૈવી-પ્રસાદ મળે તો ભક્તો માને છે કે બાબાની સીધી કૃપા પ્રાપ્ત થઈ છે.


