શ્રદ્ધાએ ગ્રેફાઇટ બ્લૅક રંગની લેક્સસ LM 350h ખરીદી છે જેની કિંમત ૨.૯૩ કરોડ રૂપિયા છે. શ્રદ્ધાની આ કારનો વિડિયો પણ સામે આવ્યો છે. શ્રદ્ધાની આ નવી કારમાં ફ્રિજ પણ છે.
શ્રદ્ધાએ ગ્રેફાઇટ બ્લૅક રંગની લેક્સસ LM 350h ખરીદી છે
શ્રદ્ધા કપૂરે હાલમાં પોતાને માટે કરોડો રૂપિયાની ફોર-સીટર અલ્ટ્રા લક્ઝરી કાર ખરીદી છે જેની ચર્ચા ચાલી રહી છે. શ્રદ્ધાએ ગ્રેફાઇટ બ્લૅક રંગની લેક્સસ LM 350h ખરીદી છે જેની કિંમત ૨.૯૩ કરોડ રૂપિયા છે. શ્રદ્ધાની આ કારનો વિડિયો પણ સામે આવ્યો છે. શ્રદ્ધાની આ નવી કારમાં ફ્રિજ પણ છે.
શ્રદ્ધાના કાર-કલેક્શનની વાત કરીએ તો તેની પાસે અગાઉથી અનેક લક્ઝરી કાર્સ છે. તેની પાસે લાલ રંગની લમ્બોર્ગિની Huracan Tecnica છે. આ એક લક્ઝરી સ્પોર્ટ્સ કાર છે જેની કિંમત ૪ કરોડ રૂપિયા છે. આ કાર તેણે ૨૦૨૩માં ખરીદી હતી. એ સિવાય શ્રદ્ધા પાસે આઉડી Q7, મર્સિડીઝ બેન્ઝ GLA અને BMW 7 સિરીઝ જેવી વૈભવી ગાડીઓ છે.

