Sikandar Released: સલમાન ખાન બૉલિવૂડના એવા કલાકારોમાંનો એક છે જેણે ઘણી શાનદાર ફિલ્મોમાં આપી છે. તે પોતાની સ્ટાઇલથી ચાહકોને પ્રભાવિત કરતો રહે છે. પરંતુ એ પણ સાચું છે કે ભાઈજાન અન્ય કોઈપણ અભિનેતા કરતાં વધુ વિવાદોમાં સંકળાયેલો પણ રહે છે.
સલમાન ખાન
બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાન તેની ઈદ પર રિલીઝ થનારી ફિલ્મ ‘સિકંદર’ને લઈને ચર્ચામાં છે. 30 માર્ચે રિલિઝ થનારી સિકંદર માટે સલમાન પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. જોકે તાજેતરમાં સલમાને ફિલ્મ પહેલા એક એવું નિવેદન આપ્યું છે, જેને સૌને ચોંકાવી દીધા છે. સલમાનનું આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
સલમાન ખાન બૉલિવૂડના એવા કલાકારોમાંનો એક છે જેણે ઘણી શાનદાર ફિલ્મોમાં આપી છે. તે પોતાની સ્ટાઇલથી ચાહકોને પ્રભાવિત કરતો રહે છે. પરંતુ એ પણ સાચું છે કે ભાઈજાન અન્ય કોઈપણ અભિનેતા કરતાં વધુ વિવાદોમાં સંકળાયેલો પણ રહે છે. આ દિવસોમાં સલમાન ખાન તેની ફિલ્મ `સિકંદર`ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પોતાની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન, સલમાને સ્વીકાર્યું કે તેઓ ઘણા વિવાદોમાંથી પસાર થયો છે અને હવે તે વધુ વિવાદો ઇચ્છતો નથી.
ADVERTISEMENT
સલમાન ખાન ઘણા વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે, પછી ભલે તે રાજસ્થાનમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન કાળા હરણનો શિકાર હોય, રોડ રેજ કેસ હોય, ઐશ્વર્યા રાય સાથેનો વિવાદ હોય, વિવેક ઓબેરોયને ધમકી આપવાનો આરોપ હોય, ગાયક અરિજિત સિંહ સાથેનું શીત યુદ્ધ હોય, શાહરૂખ ખાન સાથેનો તેનો ઝઘડો હોય, આવા ઘણા બધા વિવાદો છે જેમાં સલમાનનું નામ સામેલ છે. જોકે, વિવાદોથી ઘેરાયેલો હોવા છતાં, ચાહકોએ હંમેશા સલમાન ખાનને ટેકો આપ્યો અને ભાઈજાને એક પછી એક હિટ ફિલ્મો આપી છે.
`સિકંદર`ની રિલીઝ પહેલા સલમાને હાથ મિલાવ્યા હતા
`ટાઈગર 3` પછી, હવે બધાની નજર સલમાન ખાનની `સિકંદર` પર છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ સલમાન ખાને વિવાદોથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. તેણે કઈ દીધું કે તે કોઈ વિવાદ ઇચ્છતો નથી. સમાચાર એજન્સી સાથે વાત કરતી વખતે, સલમાન ખાને ફિલ્મની આસપાસના વિવાદ વિશે વાત કરતાં હાથ જોડીને કહ્યું, “અરે ના... હું કોઈ વિવાદ ઇચ્છતો નથી... હું ઘણા વિવાદોમાંથી પસાર થયો છું અને હવે મને નથી લાગતું કે વિવાદને કારણે કોઈ ફિલ્મ હિટ બને. આપણે જોયું છે કે વિવાદને કારણે શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ આગામી મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. ફિલ્મ રિલીઝ થવા દો પણ કોઈ વિવાદ ન હોવો જોઈએ.”
સલમાન ખાને પોતાના પરિવાર વિશે શું કહ્યું?
સલમાન ખાને આગળ કહ્યું, “આપણે ઘણું જોયું છે અને હવે આપણી પાસે જોવા માટે કંઈ નથી. અમે ફક્ત એટલું જ ઇચ્છીએ છીએ કે અમારો પરિવાર કોઈપણ વિવાદ વિનાનું જીવન જીવે. હવે આ જ આપણી એકમાત્ર ઇચ્છા છે.” ફિલ્મ અંગે સલમાન ખાને આગળ કહ્યું, “જ્યારે તમે ફિલ્મ જોશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે ટ્રેલર કંઈ નહોતું કારણ કે ટ્રેલરમાં ઘણી બધી વસ્તુઓ મૂકી શકાતી નથી.` આ ફિલ્મમાં ઘણી બધી વસ્તુઓ છે જે તમને ખૂબ ગમશે.”

