પહેલા દિવસે ભારતમાં બૉક્સ-ઑફિસ પર કર્યું ૩૦.૦૬ કરોડ રૂપિયાનું કલેક્શન, છાવાથી આગળ ન નીકળી શકી
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’નું પોસ્ટર
લાંબા સમયથી સલમાન ખાનની ‘સિકંદર’ની રિલીઝની ચર્ચા હતી. આખરે આ ફિલ્મને ઈદ દરમ્યાન રિલીઝ કરવામાં આવી છે. સલમાનની આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે ૩૦.૦૬ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે જે વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ના ૩૩.૧૦ કરોડ રૂપિયાના બમ્પર ઓપનિંગની સરખામણીમાં ઓછું છે. ‘સિકંદર’ના કલેક્શનની સરખામણી સલમાનની બીજી ફિલ્મોના કલેક્શન સાથે કરવામાં આવે તો એ પ્રમાણમાં ઓછું છે.
‘સિકંદર’ને ભારતમાં બહુ મોટા પાયે ૫૫૦૦ સ્ક્રીન પર રજૂ કરવામાં આવી છે અને દરરોજ એના લગભગ ૨૨,૦૦૦ કરતાં વધુ શો ચાલી રહ્યા છે.
ADVERTISEMENT
‘સિકંદર’ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ ન બની શકી. આ વર્ષે રિલીઝ થયેલી વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ નંબર વન પર છે. ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ‘છાવા’એ પહેલા દિવસે બૉક્સ-ઑફિસ પર ૩૩.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એ ફિલ્મે થિયેટરોમાં ધૂમ મચાવી અને બૉક્સ-ઑફિસના ઘણા રેકૉર્ડ બનાવ્યા અને તોડી નાખ્યા. ‘છાવા’ના સારા કલેક્શનને કારણે ‘સિકંદર’ ૨૦૨૫માં મોટી ઓપનિંગ કરનાર બીજી ફિલ્મ બની શકી છે.
ઈદ દરમ્યાન રિલીઝ થયેલી સલમાનની ફિલ્મોનું ઓપનિંગ કલેક્શન |
||
વર્ષ |
ફિલ્મ |
કલેક્શન |
૨૦૧૦ |
દબંગ |
૧૪.૫૦ |
૨૦૧૧ |
બૉડીગાર્ડ |
૨૧.૬૦ |
૨૦૧૨ |
એક થા ટાઇગર |
૩૨.૯૩ |
૨૦૧૪ |
કિક |
૨૬.૪૦ |
૨૦૧૫ |
બજરંગી ભાઈજાન |
૨૭.૨૫ |
૨૦૧૬ |
સુલતાન |
૩૬.૫૪ |
૨૦૧૭ |
ટ્યુબલાઇટ |
૨૧.૧૫ |
૨૦૧૮ |
રેસ 3 |
૨૯.૧૭ |
૨૦૧૯ |
ભારત |
૪૨.૩૦ |
૨૦૨૩ |
કિસી કા ભાઈ કિસી કી જાન |
૧૫.૮૧ |
૨૦૨૫ |
સિકંદર |
૩૦.૦૬ |

