તેની લેટેસ્ટ તસવીરમાં તેના વધી ગયેલા વજનને જોઈને સોશ્યલ મીડિયામાં આવી અટકળ ચાલી રહી છે
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં લગ્નને ૨૩ જૂને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. લગ્ન બાદથી આ કપલ સતત લાઇમલાઇટમાં રહે છે. લગ્ન પછી સોનાક્ષી અને ઝહીર સારું એવું ફરી રહ્યાં છે અને તેમના આઉટિંગની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરતાં રહે છે. હાલમાં આ જોડી ડિનર માટે ગઈ હતી અને ત્યાં તેમણે હોંશે-હોંશે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. આ તસવીરોમાં સોનાક્ષીનું વજન ઘણું વધેલું લાગી રહ્યું છે, જેના પર ફરીથી કમેન્ટ્સ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોને લાગે છે કે સોનાક્ષી પ્રેગ્નન્ટ છે અને તેઓ કમેન્ટ્સમાં પણ પોતાની આ લાગણી દર્શાવી રહ્યા છે.

