સની દેઓલે શનિવારે દીકરા કરણ અને પુત્રવધૂ દ્રિશા રૉય સાથે અટારી બૉર્ડરની મુલાકાત લીધી હતી
ત્રણેયે બૉર્ડર પર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનો દ્વારા દરરોજ સાંજે યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની જોઈ હતી
સની દેઓલે શનિવારે દીકરા કરણ અને પુત્રવધૂ દ્રિશા રૉય સાથે અટારી બૉર્ડરની મુલાકાત લીધી હતી. ત્રણેયે બૉર્ડર પર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનો દ્વારા દરરોજ સાંજે યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની જોઈ હતી. સનીએ સોશ્યલ મીડિયા પર આ મુલાકાતનો વિડિયો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે કરણ-દ્રિશાએ પહેલી વાર આ સેરેમની જોઈ હતી. ત્રણેયે BSFના જવાનો સાથે ફોટો પણ પડાવ્યા હતા.

