લગ્ન માટે પૈસા લેતી ટોળકી પર વિશ્વાસ મૂકવો મોંઘો પડ્યો
પ્રતીકાત્મક તસવીર
અહિલ્યાનગરના કોપરગાંવ તાલુકામાં માહેગાવમાં રહેતા એક યુવાનને લગ્નની લાલચ આપીને ટોળકીએ છેતર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ બનાવમાં યુવાન સાથે સવાબે લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનનાં લગ્ન જાલનાની રોશની અશોક પવાર (ફેક નવવધૂ) સાથે ટોળકીએ કરાવી આપ્યાં હતાં અને એ માટે સવાબે લાખ રૂપિયા પણ તેની પાસેથી લીધા હતા. જોકે લગ્નની પહેલી જ રાતે પરોઢિયે રોશની નાસી છૂટી હતી. એથી યુવાનને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. કોપરગાંવ તાલુકા પોલીસમાં યુવાને રોશની સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ ચલાવીને રોશનીને ઝડપી લીધી હતી.

