અંકિતા લોખંડેના પતિ અને ભૂતપૂર્વ બિગ બૉસ સ્પર્ધક વિકી જૈને પહેલી ઑગસ્ટ 2024 ના રોજ પોતાનો 38 મો બર્થ ડે જવ્યો હતો. આ બર્થ ડેના ત્રણ દિવસ પછી અંકિતાએ જુહુમાં પતિ માટે ભવ્ય જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું. આ ઈવેન્ટમાં જન્નત ઝુબેર, ફૈઝલ, કરણ કુન્દ્રા અને અન્ય જેવી હસ્તીઓએ હાજરી આપી હતી. અંકિતા અને વિકીએ 14 ડિસેમ્બર, 2021ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. બિલાસપુરમાં ભવ્ય એસ્ટેટ ધરાવતા વિકી જૈન પારિવારિક વ્યવસાયોની દેખરેખ રાખે છે અને તેણે રમતગમતમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે.