મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા મુંબઈના બાંદ્રામાં તેમના એપાર્ટમેન્ટ બિલ્ડિંગની ટેરેસ પરથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. મલાઈકા જ્યારે 11 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધાં હતાં અને તે તેની માતા અને બહેન અમૃતા અરોરા સાથે ચેમ્બુર રહેવા ગઈ હતી. ચોંકાવનારા સમાચાર સામે આવ્યા બાદ, મલાઈકાના પૂર્વ સાસું-સસરા સલીમ અને સલમા ખાન, પૂર્વ પતિ અરબાઝ ખાન અને તેના પૂર્વ બૉયફ્રેન્ડ અર્જુન કપૂર સહિત અન્ય ઘણી હસ્તીઓ તેના માતાપિતાના ઘરે પહોંચી હતી. કરીના કપૂર, સૈફ અલી ખાન, અનન્યા પાંડે અને અન્ય લોકો પણ જોવા મળ્યાં હતાં.