Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Exclusive: જ્યારે ઐશ્વર્યા મજમુદારનું શર્ટ સરખું કર્યું હતું અમિતાભ બચ્ચને

Exclusive: જ્યારે ઐશ્વર્યા મજમુદારનું શર્ટ સરખું કર્યું હતું અમિતાભ બચ્ચને

10 June, 2021 06:28 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

મીઠડી ગાયિકા અને ગુજ્જુ ગર્લ તેની માતાની સૌથી નજીક છે

તસવીર સૌજન્યઃ ઐશ્વર્યા મજમુદાર ઇન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્યઃ ઐશ્વર્યા મજમુદાર ઇન્સ્ટાગ્રામ


ત્રણ વર્ષની ઉંમરથી સંગીતની તાલીમ લેનાર ‘ગુજરાતની ગરબા ક્વિન’ તરીકે ઓળખાતી ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar) આજે સંગીત ક્ષેત્રે ઘણું મોટું નામ છે. અત્યાર સુધી દેશ-વિદેશમાં હજારો કોન્સર્ટ કરનાર ઐશ્વર્યા મજમુદારે માત્ર ૧૧ વર્ષની ઉંમરે નાગપુરમાં સૌપ્રથમ સોલો કોન્સર્ટ હતો. ૭ વર્ષની વયે તેણે ટીવીના રિયાલીટી શો ‘સારેગામાપા’માં અને વર્ષ ૨૦૦૭-૨૦૦૮માં ૧૫ વર્ષની વયે ‘અમૂલ સ્ટાર વોઈસ ઑફ ઈન્ડિયા - છોટે ઉત્સાદ’માં ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા રહી હતી. ગુજરાતની આ મીઠડી ત્યારથી સહુના દિલ પર રાજ કરે છે.

કોરોના વાયરસને કારણે ગત વર્ષે લાદવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ઐશ્વર્યા મજમુદારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે ઇન્સ્ટાગ્રામ પર એક્સક્લુઝિવ લાઇવ સેશન કર્યું હતું. આ લાઇવમાં તેણે લૉકડાઉન એક્ટિવિટિઝની સાથે જીવનની અનેક અજાણી બાબતો  શૅર કરી હતી. આજે એ યાદોને, એ વાતોને ફરી મમળાવીએ.



ઐશ્વર્યા મજમુદારને લૉકડાઉનને લીધે લોકો સાથે કનેક્ટ કરવાનો સમય મળ્યો તે બાબત બહુ ગમે છે. ગાયિકાએ કહ્યું કે, ‘લૉકડાઉનને લીધે હવે હું મન દઈને અને મન મૂકીને જ્યારે ઈચ્છા થાય ત્યારે ગાઈ શકુ છું. મને હવે ઘરે ગીત ગાવનું હોય તો પણ તૈયાર થવું ગમે છે. તૈયાર થવામાં પણ મારો સમય જાય છે. મારા વાળ નેચરલી કર્લી નથી સ્ટ્રેટ છે પણ મને સ્ટ્રેટ વાળ ગમતા નથી. તેથી હું દરરોજ વાળને કર્લ કરુ છું. સવારે તૈયાર થવાનું જે રૂટિન છે એમાં હું ઘણીવાર કંટાળી પણ જાઉં છું. પણ ગીત ગાવાનું હોય એટલે મને હવે એ તૈયાર થવામાં પણ મજા આવે છે. મ્યુઝિક એવી વસ્તુ છે જે રોજ મને કંઈક કરવા માટે પ્રેરે છે’.


પોતાના કયા પ્રકારનું સંગીત ગમે છે તે વિશે ઐશ્વર્યાએ કહ્યું કે, ‘મને કયા પ્રકારનું મ્યુઝિક ગમશે એ મારા મુડ પર નિર્ભર કરે છે. મને દરેક પ્રકારના સંગીત ગમે છે. સવારના સમયે મને ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝીક પછી દિવસમાં રસોઈ કરતા સમયે જૂના હિંદી ગીતો સાંભળવા ગમે. સાંજે મને અમેરિકન જેઝ સાંભળવાનું ગમે છે, પ્રોપર જેઝ જેમ કે ફ્રેન્કસિનાટરા, લુઈ આર્મસ્ટ્રોંગ વગેરે. ઉપરાંત અમેરિકન સોફ્ટ જોક જેમ કે ડેવિસ પ્રેસલી અને બ્રાઈન એડમ્સ’.

‘લૉકડાઉનમાં હું ઘણું નવું શીખી છું. મારા ગીતો હું જાતે કૉમ્યુટરમાં રેકોર્ડ કરતા શીખી. નાની નાની ટેકનિકલ વસ્તુ શીખી. એ ઉપરાંત મેં છ નવા ગીતો પણ લખ્યા છે. તેમાંતી કેટલાંક મેં જાતે કમ્પોઝ પણ કર્યા છે. અત્યારે પણ ઘરે બેસીને હું ગીત બનાવી મારા અરેન્જર પાસે મોકલી આપુ, એ લોકો એમાં સંગીત ઉમેરીને ફરી મને મોકલે એટલે ફરી હું ગીત ગાઈને તેમને ફાઈનલ મોકલી આપું. પછી એમાં મિક્સિંગ થાય અને મારી પાસે આવે એટલે હું વીડિયો શૂટ કરુ અને ફાઈનલ આઉટપુટ આપ સહુ સુધી પહોંચાડું. આગળ જતા લૉકડાઉન નહીં રહે પરંતુ ડિસ્ટન્સ વર્કિંગ રહેશે. કોરોના પહેલા જેમ કામ કરતા હતા એમ થઈ શકશે નહીં. એટલે હવે આ રીતે કામ કરવાની આદત મેં પાડી લીધી છે’, એમ ઐશ્વર્યા મજમુદારે કહ્યું હતું.


‘અમૂલ સ્ટાર વોઈસ ઑફ ઈન્ડિયા - છોટે ઉત્સાદ’ ઐશ્વર્યા મજમુદારના જીવન અને સંગીત કારર્કિદીનો ટર્નિંગ પોઈન્ટ હતો. આ રિયાલીટી શોનો અનુભવ શૅર કરતા તેણે કહ્યું કે, ‘ફિનાલેમાં હું અમિતાભ બચ્ચનને મળી હતી. ફિનાલે પહેલા અમે એક પ્રમોશન શૂટ કર્યું હતું. તે વખતે ભૂતનાથ મુવી રિલીઝ થવાનું હતું તેથી અમિતાભ બચ્ચન તે ફિલ્મના પ્રમોશન માટે છોટે ઉસ્તાદમાં આવવાના હતા. તે વખતે હું અને મારી પ્રતિ સ્પર્ધી અનવેશા અને બીગ બીએ એક એડ શૂટ કરી હતી. એડમાં તેમનું ભૂતનું પાત્ર હતું અને મારે અને અનવેશાએ ડરી ગયા હોઈએ એવી એક્ટિંગ કરવાની હતી. એમાં છેલ્લો સીન એવો હતો કે, જેમાં અમે ત્રણેય જણા મેન ઈન બ્લેક જેવા કપડા પહેર્યા હતા. એમાં મારું શર્ટ મારી સાઈઝ કરતા ત્રણ-ચાર સાઈઝ મોટુ હતું. સપોર્ટિંગ ટીમે શર્ટનો ડુચો કરીને સેફ્ટીપીન ભરાવી. તે મારા માટે ખૂબ જ અનકમ્ફર્ટેબલ હતું. અમે સેટ ઉપર ગયા. અમિતજી પણ હતા. અમિતજીએ પોતાની ઓળખાણ આપી અને મને કહ્યું કે, “બેટા તુમકો મેરી શર્ટ કીસને પહેના દી?” પછી તેમણે કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ લાવીએ. તેમણે સ્પોટ દાદાને બોલાવ્યો. અમિતજીએ પોતે મારી ટાઈ લુઝ કરીને મારુ જેકેટ સ્પોટ દાદાને આપ્યુ, ત્યારબાદ પોતે શર્ટની બધી સેફ્ટીપીન કાઢીને શર્ટ ફોલ્ડ કર્યું અને ફરી પીન લગાડીને મને ફરી જેકેટ પહેરાવ્યું હતું. મને મનમાં એમ હતું કે તે બધુ સ્પોટદાદા પાસે કરાવશે પણ તેમણે પોતે જ મારી મદદ કરી હતી. એ મારા માટે સૌથી યાદગાર ક્ષણ હતી’.

ઐશ્વર્યા મજમુદાર પિતા અને માતા સાથે

સહુ જાણે છે કે ગાયિકા તેની માતાની બહુ નજીક છે. માતા સાથેના સંબંધ વિશે તેણે કહ્યું કે, ‘મારી મમ્મી મારું સર્વસ્વ છે. મારા મૂડ સ્વિંગને સંભાળવા, મને ખરા-ખોટાની સમજ આપવી, કઈ રીતે વર્તન કરવું એ મને શીખડાવે છે મારી મમ્મી. સંગીત એક જુદી વસ્તુ છે પણ હું એક માણસ પણ છું અને મારે એક સારા માણસ બનવાનું છે એ હંમેશા યાદ અપાવનાર વ્યક્તિ મારી મમ્મી છે. તે મારું કામ સાચવે, મને સાચવે અને મારા આસપાસના લોકોને પણ સાચવે છે. એ હકીકત છે કે, મારી મમ્મી સાથે છે એટલે મારા બધા કામ સચવાય છે. ખાવાનાનું ધ્યાન રાખવાનું, મારો મેકઅપ, પેકિંગ, રિયાઝ વગેરે મેનેજ કરવાનું કામ મારી મમ્મી કરે છે. જો હું સ્ટેજ પર હોઉ અને મને કંઈક તકલીફ થાય તો તે મારી આખના ઈશારે કોઈ સમજી શકે તો તે મારી મમ્મી છે. મારી મમ્મીનું સ્થાન કોઈ નહી લઈ શકે’. ઐશ્વાર્યએ હસતાં-હસતાં કહ્યું કે, ‘મારી મમ્મી મારું જેટલું ધ્યાન રાખે છે એટલું હું મારા બાળકનું રાખિ શકીશ કે નહીં એની મને શંકા છે!’.

આ પણ જુઓઃ Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

અંગત જીવનની વાત કરીએ તો ઐશ્વર્યા મજમુદાર મુલ્કરાજ ગઢવી સાથે રિલેશનશિપમાં છે. બન્નેના લગ્નની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પરંતુ નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાનો ગાયિકાનો કોઈ જ પ્લાન નથી.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2021 06:28 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK