Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > MaJaની લાઈફમાં થશે નવી એન્ટ્રી! મલ્હાર ઠાકર અને પૂજા જોષી બનશે પેરેન્ટ્સ કે કોફીપ્રેન્યોર?

MaJaની લાઈફમાં થશે નવી એન્ટ્રી! મલ્હાર ઠાકર અને પૂજા જોષી બનશે પેરેન્ટ્સ કે કોફીપ્રેન્યોર?

Published : 23 June, 2025 03:44 PM | Modified : 24 June, 2025 06:59 AM | IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

Malhar Thakar and Puja Joshi’s little world is expanding: ઢોલિવુડના મોસ્ટ લવિંગ કપલના મલ્હાર ઠાકર અને પૂજા જોષીના જીવનમાં કોઈક નવું આવી રહ્યું છે, પણ કોણ?! કપલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે ફેન્સને વિચાર કરતા મુકી દીધા

મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ કરેલી અનાઉન્સમેન્ટથી ફેન્સ ઉત્સાહિત (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ કરેલી અનાઉન્સમેન્ટથી ફેન્સ ઉત્સાહિત (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)


ઢોલિવુડ (Dhollywood)ના સૌથી ક્યુટ કપલ મલ્હાર ઠાકર (Malhar Thakar) અને પૂજા જોષી (Puja Joshi) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ હોય છે અને તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે તેના અપડેટ્સ ફેન્સને સતત આપતા જ રહે છે. આજે પૂજા જોષી અને મલ્હાર ઠાકર (MaJa)એ એક ગુડ ન્યુઝ શૅર કર્યા છે. કપલે એક જાહેરાત કરી છે કે તેમના જીવનમાં નવી એન્ટ્રી થઈ રહી છે. પણ કોની એ સ્પષ્ટતા નથી કરી. તેથી ફેન્સ અનેક અટકળો લગાવી રહ્યાં છે અને ખરેખર શું છે તે જાણવા આતુર પણ છે.


મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ આજે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે તેમના જીવનમાં કંઈક નવું આવી રહ્યું (Malhar Thakar and Puja Joshi’s little world is expanding) હોવાની જાણ કરી છે. કપલે પોસ્ટ શૅર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘કંઈક રોમાંચક બની રહ્યું છે (સમથિંગ ઇઝ બ્રુઅિંગ) અને અમે બંને અમારી નવી સફરનો ભાગ બનવા માટે આતુર છીએ!’ આ સાથે જ હાર્ટ અને સ્માઇલીના ઇમોજીસ શૅર કર્યા છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Puja Joshi (@pujajoshi_official)


MaJaની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આપણું નાનું વિશ્વ વિસ્તરી રહ્યું છે! મારું હૃદય એકદમ છલકાઈ ગયું છે. મલ્હાર અને હું ખરેખર કંઈક અદ્ભુત બનાવી રહ્યા છીએ, અને અમને આ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે અમારી મીઠી નાની દુનિયા હવે બેથી ત્રણની થઈ રહી છે. એક સુંદર જોડીમાંથી અમે ત્રણ થવા જઈ રહ્યાં છે. અમે ઘણા સમયથી આ સ્વપ્ન જોઈ રહ્યા છીએ, અને ટૂંક સમયમાં, અમારું આગલું પ્રકરણ અસ્તિત્વમાં આવશે. આનંદ અને ઊંઘ વગરની રાતોના સંપૂર્ણ નવા મિશ્રણ માટે તૈયાર થઈ જાઓ! ખૂબ પ્રેમ.’


મલ્હાર ઠાકર અને પૂજા જોષીના આ પોસ્ટથી ફેન્સ ઉત્સાહિત તો થયાં જ છે પણ સાથે જાણવા માટે આતુર છે કે ખરેખર કોણ આવી રહ્યું છે તેમના જીવનમાં?

MaJaની આ પોસ્ટ જોતા પહેલી નજરમાં એવું લાગે કે, તેઓ પેરેન્ટ્સ બનવાના છે અને તેમના જીવનમાં બાળક આવવાનું છે. પણ પોસ્ટમાં તેઓ માતા-પિતા બનવાના છે એવી ચોખવટ ક્યાંય જ નથી કરી. જોકે, પોસ્ટ પરથી એવું લાગે છે કે તેમની લાઈફમાં ગુડ ન્યુઝ છે.

બીજી તરફ એવું પણ લાગે છે કે, કદાચ તેઓ કોફીપ્રેન્યોર એટલે કે કોફીને લગતા કોઈ બિઝનેસ કે નવા વેન્ચરની જાહેરાત કરવાના હોય! કારણકે પોસ્ટમાં કૉફીનો કપ છે સાથે જ ‘સમથિંગ ઇઝ બ્રુઅિંગ’ એવા શબ્દો પણ વાપર્યા છે, જેના પરથી એવું લાગે છે કે કદાચ કૉફીને લગતી કોઇ નવી અનાઉન્સમેન્ટ કપલ કરવાનું હોય. કારણકે, આપણે સહુ જાણીએ છીએ કે અભિનેતા મલ્હાર ઠાકર કૉફી પ્રેમી છે.

આ પોસ્ટ ખરેખર અનેક પ્રશ્નો ઉભા કરે છે કે, તેઓ બાળકના પેરેન્ટ્સ બનવાના છે કે પછી કોઈ નવા વેન્ચરના!

મલ્હાર ઠાકર અને પૂજા જોષીની આ પોસ્ટ પર ઢોલિવુડના અનેક સેલેબ્ઝે કમેન્ટ કરી છે અને તેમને નવી શરુઆત માટે શુભેચ્છાઓ પણ આપી છે.

જોકે, હવે સમય જ કહેશે કે ખરેખર મલ્હાર ઠાકર અને પૂજા જોષીના જીવનમાં કોની નવી એન્ટ્રી થવાની છે?!

તમને જણાવી દઈએ કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ ગયા વર્ષે ૨૬ નવેમ્બરના રોજ અમદાવાદ (Ahmedabad)માં ધામધુમથી લગ્ન કર્યા હતા. જેમાં ઢોલિવુડના સ્ટાર્સ સહિત ગુજરાત (Gujarat)ની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. MaJaની લગ્નની તસવીરોએ સહુના દિલ જીતી લીધા હતા.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2025 06:59 AM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK