અમિતાભ બચ્ચને યાદ કર્યો કૌન બનેગા કરોડપતિના પ્રસારણનો પ્રથમ દિવસ, આ યાદગાર શો ૨૦૦૦ની ૩ જુલાઈએ લૉન્ચ થયો હતો
અમિતાભે શોના ટેલિકાસ્ટનો પહેલો દિવસ યાદ કર્યો હતો
અમિતાભ બચ્ચનને હોસ્ટ તરીકે ચમકાવતા લોકપ્રિય ટેલિવિઝન ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની પહેલી સીઝનનો પહેલો એપિસોડ ૨૦૦૦ની ૩ જુલાઈએ ટેલિકાસ્ટ થયો હતો. ગુરુવારે આ શોને પચીસ વર્ષ પૂરાં થયાં છે ત્યારે અમિતાભે શોના ટેલિકાસ્ટનો પહેલો દિવસ યાદ કર્યો હતો.
અમિતાભે પોતાના સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેમણે લખ્યું છે, ‘૨૦૨૫ની ૩ જુલાઈ, જ્યારે હું આ વર્ષના ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝનની તૈયારી પર કામ કરી રહ્યો છું ત્યારે KBC ટીમે મને જણાવ્યું કે ૨૦૦૦ની ૩ જુલાઈએ KBCનું પ્રથમ પ્રસારણ થયું હતું. ૨૫ વર્ષ, KBCની સફર!’
ADVERTISEMENT
અમિતાભને હોસ્ટ તરીકે ચમકાવતા ‘કૌન બનેગા કરોડપતિ’એ ભારતીય ટેલિવિઝનની દુનિયામાં એક નવો યુગ શરૂ કર્યો હતો. પ્રસારણ પછી આ શો માત્ર એક ક્વિઝ શો નથી રહ્યો, પણ લાખો ભારતીયોનાં સપનાંઓને હકીકતમાં બદલવાનું માધ્યમ બન્યો છે. આ શોએ મનોરંજનનું સ્તર તો ઊંચું કર્યું જ છે અને સાથે શિક્ષણ, જાગૃતિ અને સામાજિક મુદ્દાઓને પણ પ્રોત્સાહન આપ્યું છે.

