દિશાએ ૨૦૧૭માં નવેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો અને ૨૦૨૨માં તે દીકરાની મમ્મી બની હતી
અસિત કુમાર મોદીએ શેર કરેલી તસવીર
અસિત કુમાર મોદીએ શૅર કરેલા વિડિયોમાં દિશાનાં દીકરી અને દીકરો જોવા મળે છે. દિશાએ ૨૦૧૫માં મુંબઈના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મયૂર પડિયા સાથે લગ્ન કર્યાં હતાં. એ પછી દિશાએ ૨૦૧૭માં નવેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો અને ૨૦૨૨માં તે દીકરાની મમ્મી બની હતી. દિશાએ ૨૦૧૭માં તેની દીકરીના જન્મ બાદ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી મૅટરનિટી-બ્રેક લીધો હતો અને ત્યાર બાદ તે શોમાં પાછી નથી ફરી. હાલમાં તે પોતાના પરિવાર અને બાળકો સાથે સમય વિતાવવા પર ધ્યાન આપી રહી છે. તે ભાગ્યે જ સંતાનો સાથે જાહેરમાં દેખાય છે, પણ અસિત કુમાર મોદીએ શૅર કરેલા વિડિયોમાં દિશાના પરિવારના સભ્યો સાથે બે બાળકો પણ દેખાય છે અને માનવામાં આવે છે કે આ બન્ને દિશા વાકાણી અને મયૂર પડિયાનાં સંતાનો છે.

