ઇવેન્ટના અંતે કૉમેન્ટેટર અને ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કૅપ્ટન શુભમન ગિલ સહિત કેટલાક પ્લેયર્સ સાથે વાતચીત સેશનનું સંચાલન કર્યું હતું.
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમનું અહીં ઇન્ડિયા હાઉસમાં ઉષ્માભર્યું સ્વાગત થયું હતું.
ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટ-મૅચ માટે લંડન પહોંચેલી ભારતીય મેન્સ ક્રિકેટ ટીમનું અહીં ઇન્ડિયા હાઉસમાં ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. કૅપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીરે અનુક્રમે હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને ડેપ્યુટી-હાઈ કમિશનર સુજિત ઘોષને ઑટોગ્રાફ કરેલાં ક્રિકેટ-બૅટ ભેટમાં આપ્યાં હતાં. ઇવેન્ટના અંતે કૉમેન્ટેટર અને ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કૅપ્ટન શુભમન ગિલ સહિત કેટલાક પ્લેયર્સ સાથે વાતચીત સેશનનું સંચાલન કર્યું હતું.
ADVERTISEMENT
હેડ કોચ ગૌતમ ગંભીરે હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને ડેપ્યુટી-હાઈ કમિશનર સુજિત ઘોષને ઑટોગ્રાફ કરેલાં ક્રિકેટ-બૅટ ભેટ આપ્યાં હતાં.
હેડ કોચ ગૌતમ ગંભીરે આ ઇવેન્ટમાં કહ્યું હતું, ‘ઇંગ્લૅન્ડ-ટૂર હંમેશાં મુશ્કેલ હોય છે, કારણ કે બન્ને દેશો વચ્ચેનો ઇતિહાસ એવો છે કે એને ભૂલી શકાય નહીં. જ્યારે પણ અમે બ્રિટન-ટૂર કરી છે ત્યારે અમને ફૅન્સ તરફથી ખૂબ જ ટેકો મળ્યો છે. અમે કોઈ પણ વસ્તુને હળવાશથી લેતા નથી. છેલ્લાં પાંચ અઠવાડિયાં બન્ને ટીમ માટે ખૂબ જ રોમાંચક રહ્યાં છે. તમામ ક્રિકેટપ્રેમીને આ સિરીઝમાં રમાયેલાં ક્રિકેટ પર ગર્વ થશે. બન્ને ટીમોએ ખૂબ જ સ્પર્ધાત્મક પ્રદર્શન કર્યું છે. અમારી પાસે એક અઠવાડિયું બાકી છે અને અમે દેશવાસીઓ અને અહીં હાજર લોકોને ગર્વ અનુભવવાની તક આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.’

