ગુપ્ત અને મોહરા જેવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર રાજીવ રાયે કહ્યું કે ફિલ્મની કમાણીને ધ્યાનમાં રાખીએ તો નવોદિત આટલી ફીનો હકદાર
અહાન પાંડે
‘ગુપ્ત’ અને ‘મોહરા’ જેવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર રાજીવ રાયે કહ્યું છે કે ‘સૈયારા’ માટે અહાન પાંડેને ૧૦૦ કરોડ રૂપિયા મળવા જોઈએ.
રાજીવ રાયે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘આજના સમયમાં પૈસા એટલા મહત્ત્વના બની ગયા છે કે કોઈને સ્ક્રિપ્ટની પડી નથી. હું આ માટે પ્રોડ્યુસર્સને જવાબદાર ગણું છું, કારણ કે તેઓ આટલા પૈસા આપવા તૈયાર છે. કોઈ પણ ઍક્ટર ૧૦૦૦ કરોડ માગી શકે છે. આ મૂળભૂત ડિમાન્ડ અને સપ્લાય છે, કારણ કે માર્કેટમાં ઘણા પૈસા છે અને દરેક વ્યક્તિ ગ્લૅમરની પાછળ દોડી રહી છે.’
ઍક્ટર્સની ફી વિશે રાજીવ રાયે કહ્યું, ‘હું ઍક્ટર્સને એટલી ફી આપું છું જેટલા પૈસા તે મને પહેલા દિવસે રિકવર કરીને આપે. જો હું ઉદાર બનું તો ત્રણ દિવસનું કલેક્શન આપું છું. જો હું કોઈ ઍક્ટરને ૧૦૦ કરોડ રૂપિયા આપું છું તો એ ફિલ્મે ત્રણ દિવસમાં એટલું કમાઈને પાછું આપવું જોઈએ. ત્યારે જ તે આ રકમનો હકદાર છે. જો અહાન પાંડેની ફિલ્મ ૧૦૦ કરોડ કમાઈ લે છે તો તે આ રકમનો હકદાર છે. જો કોઈ ઍક્ટર મારી પાસે ૧૦ કરોડ માગે છે તો હું સીધું કહું છું કે હું તને મારી ફિલ્મના પ્રથમ દિવસનું કલેક્શન આપીશ.’

