મયુર વાકાણી પણ બહેન સાથે કામ કરવાની પળો અને તેમના શોમાં પાછા ન આવવાની વાતને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. મયુર વાકાણીએ ટીમનો આભાર માન્યો અને પોતાની બહેનને યાદ કરીને ભાવુક થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા હોવાનો વીડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે.
મયુર વકાણી બહેન સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં રડી પડ્યા હતા (તસવીર: મિડ-ડે)
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` TV શો છેલ્લા 17 વર્ષથી ચાલી રહ્યો છે અને લોકોને હસાવી રહ્યો છે. જેઠાલાલથી લઈને ટપ્પુ સેના અને આખી ગોકુલધામ સોસાયટી ખૂબ જ લોકપ્રિય બની છે. જોકે 17 વર્ષમાં અનેક કલકરોએ શોને અલવિદા કહ્યો છે અને તેના બદલે નવા કલાકારો શોમાં જોડાયા છે. જોકે શોમાં દયા ગડાનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ 2017માં શો છોડ્યા બાદ તેમના બદલે બીજું કોઈ હજી સુધી આવ્યું નથી. TMKOCમાં દયાના ભાઈનો રોલ કરનાર અને તેમના સગા ભાઈ મયુર વાકાણી તેમને યાદ કરતાં ઈમોશનલ થયા છે. શોના 17 પૂર્ણ થયાની ઉજવણી દરમિયાન બોલતા તેમણે બહેન દિશા વાકાણી ઉર્ફે દયા માટે પણ એક ખાસ વાતા કહી હતી.
મયુર વાકાણી પણ બહેન સાથે કામ કરવાની પળો અને તેમના શોમાં પાછા ન આવવાની વાતને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. મયુર વાકાણીએ ટીમનો આભાર માન્યો અને પોતાની બહેનને યાદ કરીને ભાવુક થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા હોવાનો વીડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
મયુર વાકાણીએ દિશા વાકાણીને યાદ કર્યા
View this post on Instagram
મીડિયા સાથે વાત કરતા મયુર વાકાણીએ કહ્યું, `હું અસિત ભાઈનો ખૂબ આભારી છું. હું દિલીપ સર અને આખી ટીમનો આભારી છું કે હું બાળપણથી મારી બહેન સાથે થિયેટર કરતો હતો. બાળપણથી જ મારી તેમની સાથે એક સફર હતી અને અસિત સરના કારણે તે સફર ચાલુ રહી. પોતાની બહેન સાથે આટલી લાંબી સફર કોણ કરી શકે છે? અને આજે પણ મારી બહેન શોમાં નથી, તેથી હું અહીં પરફોર્મ કરી રહ્યો છું.`
દિશા વાકાણી વિશે વાત કરતા મયુર વાકાણી રડી પડ્યા
મયુર વાકાણીએ ભીની આંખો સાથે આગળ કહ્યું, `ભગવાનની કૃપાથી, મને મારી બહેન સાથે પરફોર્મ કરવાનો આનંદ મળ્યો છે. દરેક ક્ષણ... દિલીપ સર સાથે પરફોર્મ કરતી વખતે, હું, બહેન અને બીજા બધા, ભગવાનની કૃપા હતી કે આ સફર આગળ વધી શકી, તેથી હું આખી ટીમનો, જેઓ હવે અહીં છે અને જેઓ મારી સાથે હતા તેમનો આભારી છું. તમામને અને અમારા બધા દર્શકોને, જેમણે આટલો બધો પ્રેમ આપ્યો. આવો મોટો પરિવાર હોવો એ દરેક અભિનેતાના ભાગ્યમાં નથી હોતો. હું તમારી સાથે છું. હું મારી બહેનને પણ ખૂબ યાદ કરી રહ્યો છું, અને આ સફર અદ્ભુત રહી છે."
જેઠાલાલ પણ દયાને યાદ કરી
વાતચીત દરમિયાન જેઠાલાલની ભૂમિકામાં જોવા મળતા દિલીપ જોશીએ કહ્યું “અમે 2008 થી 2017 સુધી સાથે કામ કર્યું છે, તેથી મને તેની ખૂબ યાદ આવે છે. તે ખૂબ લાંબો સમય હતો, જ્યારે અમે સાથે કેટલાક યાદગાર દ્રશ્યો કર્યા હતા. અમે બન્ને થિયેટર બૅકગ્રાઉન્ડમાંથી છીએ, તેથી અમારી કૅમેસ્ટ્રી પહેલા દિવસથી જ ખૂબ સારી હતી. વ્યક્તિગત રીતે, એક સહ-અભિનેતા તરીકે, હું તેને ખૂબ યાદ કરું છું કારણ કે તેની સાથેના દ્રશ્યો ખૂબ જ મજેદાર હતા.”

