Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રશિયામાં આવ્યો જોરદાર ભૂકંપ, જાપાનથી અમેરિકા સુધી સુનામીની ચેતવણી

રશિયામાં આવ્યો જોરદાર ભૂકંપ, જાપાનથી અમેરિકા સુધી સુનામીની ચેતવણી

Published : 30 July, 2025 08:47 AM | IST | Moscow
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Russia Earthquake: રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં ૮.૮ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, તેના કારણે પેસિફિક ક્ષેત્રમાં સુનામીની ચેતવણી આપવામાં આવી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. અમેરિકા, જાપાન, ન્યુઝીલેન્ડ અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં ભયનો માહોલ
  2. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ૧૯૫૨ પછીનો આ સૌથી શક્તિશાળી ભૂકંપ
  3. ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩ મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા

બુધવારે રશિયા (Russia)ના દૂર પૂર્વીય કામચટકા દ્વીપકલ્પ (Far Eastern Kamchatka Peninsula)ના દરિયાકાંઠે ૮.૭ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો. આ ભૂકંપ (Russia Earthquake)એ પેસિફિક ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો.


રશિયામાં આવેલો ૮.૭ની તીવ્રતાનો ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે ઘણા દેશોમાં સુનામીની ચેતવણી (Tsunami Alert issued) જારી કરવામાં આવી હતી. અમેરિકા (America), જાપાન (Japan), ન્યુઝીલેન્ડ (New Zealand), ફિલિપાઇન્સ (Philippines), ઇક્વાડોર (Ecuador) અને હવાઈ (Hawaii) જેવા વિસ્તારોમાં દરિયાકિનારા પર મુસીબત છે. યુએસ જીઓલોજિકલ સર્વે – યુએસજીએસ (US Geological Survey - USGS) અનુસાર, ૧૯૫૨ પછી આ આ પ્રદેશમાં સૌથી શક્તિશાળી ભૂકંપ છે.



આજે દિવસભરમાં કામચટકા (Kamchatka)ના દરિયાકાંઠે ઓછામાં ઓછા છ ભૂકંપ નોંધાયા હતા, જેની તીવ્રતા ૫.૪ થી ૬.૯ હતી. જોકે, તે બધા ૮.૭ ની તીવ્રતાના ભૂકંપ કરતા ઓછા શક્તિશાળી હતા. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (Pacific Tsunami Warning Center)એ ચેતવણી આપી છે કે, રશિયા અને ઇક્વાડોરના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩ મીટરથી ઊંચા મોજા ઉછળી શકે છે.


અનેક દેશો પર સુનામીનો ખતરો

હવાઈમાં સુનામીની ચેતવણી પછી, હોનોલુલુમાં સાયરન વગાડવામાં આવ્યા હતા અને લોકોને ઊંચા સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું હતું. કેન્દ્રએ જણાવ્યું હતું કે, ૧ થી ૩ મીટર ઊંચા મોજા હવાઈ, ચિલી (Chile), જાપાન અને સોલોમન ટાપુઓ (Solomon Islands) પર અથડાઈ શકે છે.


જાપાને ટોક્યો ખાડી (Tokyo Bay) સહિત ઘણા વિસ્તારો માટે સુનામીની ચેતવણી પણ જારી કરી છે. ન્યુઝીલેન્ડ (New Zealand)ની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં "અસામાન્ય અને મજબૂત પ્રવાહો"ની ચેતવણી આપી છે, જોકે ત્યાં હજી સુધી સ્થળાંતર કરવાની જરૂર નથી.

ફિલિપાઇન્સમાં, ભૂકંપશાસ્ત્રીય એજન્સી PHIVOLCSએ પેસિફિક મહાસાગરને અડીને આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે. અહીં એક મીટરથી ઓછી ઊંચા સુનામીના મોજા આવવાની શક્યતા છે.

તે જ સમયે, ગુઆમ (Guam) અને અલાસ્કા (Alaska)ના કેટલાક ભાગોમાં સુનામી વોચ પણ જારી કરવામાં આવી છે.

ઇક્વાડોર અને અલાસ્કામાં પણ ખતરો

કેલિફોર્નિયા (California), ઓરેગોન (Oregon), વોશિંગ્ટન (Washington), બ્રિટિશ કોલંબિયા (British Columbia), દક્ષિણ અલાસ્કા (South Alaska) અને અમેરિકાના અલાસ્કા દ્વીપકલ્પ (Alaska Peninsula of America)માં સુનામીની સલાહ જારી કરવામાં આવી છે.

યુએસ નેશનલ વેધર સર્વિસ (US National Weather Service)એ કેલિફોર્નિયા-મેક્સિકો સરહદ (California-Mexico border)થી અલાસ્કામાં ચિગ્નિક ખાડી (Chignik Bay) સુધી સુનામી વોચ જારી કરી છે.

બીજી તરફ, ઇક્વાડોરને સુનામી માટે સંવેદનશીલ દેશોની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યું છે, જ્યાં 3 મીટરથી ઊંચા મોજા ખતરો પેદા કરી શકે છે.

રશિયાના જીઓફિઝિકલ સર્વિસના પ્રાદેશિક વિભાગે આ ભૂકંપને ૧૯૫૨ પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. કામચાટકામાં પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કી (Petropavlovsk-Kamchatsky)ના દક્ષિણ-પૂર્વમાં આવેલા આ ભૂકંપે સમગ્ર પેસિફિક ક્ષેત્રને ચેતવણી આપી છે.

ઇન્ડોનેશિયામાં પણ સુનામીની ચેતવણી

રશિયા નજીક ૮.૭ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ ઇન્ડોનેશિયાની ભૂ-ભૌતિક એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી છે. એજન્સીએ ચેતવણી આપી છે કે, બુધવારે બપોરે ૦.૫ મીટરથી ઓછી ઊંચાઈવાળા મોજા ઇન્ડોનેશિયાના કેટલાક ભાગોમાં પહોંચી શકે છે. એજન્સીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, પાપુઆ પ્રદેશ (Papua region), ઉત્તર માલુકુ (North Maluku) અને ગોરોન્ટાલો (Gorontalo) પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2025 08:47 AM IST | Moscow | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK