આ કપલે ડિવૉર્સ લઈ લીધા હોવાના સમાચાર ચારે તરફ ફેલાઈ જતાં ઍક્ટ્રેસે આ મામલે કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપતાં આવ્યો નવો વળાંક
ટીવી સ્ટાર કપલ જય ભાનુશાલી અને માહી વિજ
તાજેતરમાં મીડિયામાં જોરદાર ચર્ચા હતી કે ટીવીના સ્ટાર કપલ જય ભાનુશાલી અને માહી વિજે ડિવૉર્સ લઈ લીધા છે. જોકે હવે માહીએ આ ચર્ચાઓ પર સખત રીઍક્શન આપ્યું છે અને એને ખોટી માહિતી ગણાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
હાલમાં એક સોશ્યલ મીડિયા પેજ પર દાવો કરવામાં આવ્યો હતો કે જય અને માહીએ જુલાઈ-ઑગસ્ટમાં છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી છે અને તેમનાં ત્રણ બાળકોની કસ્ટડી પણ નક્કી થઈ ગઈ છે. આ પોસ્ટ પર માહી વિજે કમેન્ટ કરતાં લખ્યું છે કે ગપગોળા ન ફેલાવો, નહીંતર હું તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ. માહીનું આ રીઍક્શન સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે અને તેના પતિ જય સાથેના સંબંધો ચર્ચાનો મુદ્દો બન્યા છે.


