ઇન્ડિપેન્ડન્સ ડે મહાઉત્સવ એપિસોડમાં તેઓ રમતમાં ભાગ લેવાની સાથે-સાથે ઑપરેશન સિંદૂરની ચર્ચા કરશે
અમિતાભ બચ્ચન સાથે કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કમાન્ડર પ્રેરણા દેવસ્થલી
આઝાદી દિવસના અવસરે ‘કૌન બનેગા કરોડપતિ 17’ (KBC 17)માં ભારતીય સેનાની મહિલા ઑફિસર્સ ભાગ લેવાની છે. તેઓ પાકિસ્તાનના મલિન ઇરાદાઓ વિશે બિગ બી અને દર્શકોને જણાવવાની સાથે જ ‘ઑપરેશન સિંદૂર’ શા માટે જરૂરી હતું એની પણ માહિતી આપશે.
‘કૌન બનેગા કરોડપતિ 17’ના ૧૫ ઑગસ્ટના ‘ઇન્ડિપેન્ડન્સ ડે મહાઉત્સવ એપિસોડ’માં યજમાન અમિતાભ બચ્ચન સાથે હૉટ સીટ પર કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કમાન્ડર પ્રેરણા દેવસ્થલી જોવા મળશે. આ ત્રણેય વીરાંગનાઓએ માત્ર પોતાની બહાદુરી અને સમર્પણની વાતો જ શૅર નથી કરી, ‘ઑપરેશન સિંદૂર’ જેવા મહત્ત્વના સૈન્ય મિશનની માહિતી આપીને દેશવાસીઓને ગર્વની લાગણીનો અહેસાસ પણ કરાવ્યો છે.

