તેજસ્વીએ કરેલાં મહાકાલ જ્યોતિર્લિંગનાં દર્શન અને પૂજા-અર્ચનાના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ટીવી-ઍક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની મંગળવારે બત્રીસમી વર્ષગાંઠ હતી અને તેણે આ ખાસ દિવસની શરૂઆત મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરીને કરી હતી. તેજસ્વીએ કરેલાં મહાકાલ જ્યોતિર્લિંગનાં દર્શન અને પૂજા-અર્ચનાના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. તેજસ્વીએ મંગળવારે સવારે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યાં અને ‘ભસ્મ આરતી’માં ભાગ લીધો હતો.
આ પૂજા-અર્ચના બાદ તેજસ્વીએ જણાવ્યું હતું કે ‘મેં આજે દર્શન અને ભસ્મ આરતી માટે મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી. આજે મારો જન્મદિવસ છે અને પૂજા-અર્ચના બાદ હું વધુ આશીર્વાદ મળ્યા હોવાની લાગણી અનુભવું છું. મારો દિવસ સવારે ૩ વાગ્યે શરૂ થયો હતો. આરતી દરમ્યાન મેં મારી અંદર શક્તિ અને ઊર્જાનો સંચાર અનુભવ્યો હતો. બધા ખુશ રહે, મહેનત કરે અને દરેકના જીવનમાં બધું સારું-સારું થાય.’
ADVERTISEMENT
તેજસ્વીએ મંદિરની બહારથી કપાળ પર ‘મહાકાલ’નું તિલક લગાવેલો સેલ્ફી પણ ક્લિક કર્યો હતો અને લખ્યું હતું ઃ ‘જય મહાકાલ, હું મારા જન્મદિવસની શરૂઆત આ રીતે કરું છું.’

