ટીવી-ઍક્ટરે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી કે બાળકીનું નામ રુમી રાખવામાં આવ્યું છે
નકુલ મહેતા પપ્પા બની ગયો છે
ટીવી-ઍક્ટર નકુલ મહેતા પપ્પા બની ગયો છે. ૧૫ ઑગસ્ટે નકુલની પત્ની જાનકી પારેખે દીકરીને જન્મ આપ્યો છે. નકુલ અને જાનકીને આ પહેલાં દીકરો સૂફી હતો અને હવે દીકરીનું આગમન થતા તેમનો પરિવાર કમ્પ્લિટ થઈ ગયો છે.
નકુલે સોશ્યલ મીડિયામાં દીકરીના જન્મના સારા સમાચાર શૅર કર્યા છે અને પોસ્ટમાં તસવીરો પણ શૅર કરી છે. આ પોસ્ટની કૅપ્શનમાં નકુલે લખ્યું છે કે ‘દીકરી આવી ગઈ. સૂફીને આખરે ‘રુમી’ મળી ગઈ છે. અમારું હૃદય પૂર્ણ થયું. ૨૦૨૫ના ૧૫ ઑગસ્ટના દિવસે તેનો જન્મ થયો. તારું કામ પ્રેમની શોધ કરવાનું નથી, પરંતુ તેં એની સામે તારી અંદર જે અવરોધો ઊભા કર્યા છે એને શોધવાનું છે.’
ADVERTISEMENT
નકુલ અને જાનકીએ દીકરીનું નામ રુમી રાખ્યું છે. ‘રુમી’ એક રીતે સૌંદર્યનું પ્રતીક છે. એટલું જ નહીં, આ નામ ૧૩મી સદીના ફારસી કવિ જલાલુદ્દીન રૂમી સાથે પણ જોડાયેલું છે.

