કૅપિસિટી બિલ્ડિંગ કમિશનના વડાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે વડા પ્રધાને આખા સરકારી તંત્રના કૅપિસિટી બિલ્ડિંગનું લક્ષ્ય આપ્યું ત્યારે પોતાના કૅપિસિટી બિલ્ડિંગ માટે પણ પૂછ્યું હતું
CBCના ભૂતપૂર્વ વડા આદિલ ઝૈનુલભાઈ
દેશના સિવિલ સર્વન્ટ્સ માટે કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી કૅપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનો એજન્ડા અને લક્ષ્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે નક્કી કર્યાં હોવા છતાં તેમણે કૅપેસિટી બિલ્ડિંગ કમિશન (CBC)ના વડાને એક વખત પૂછ્યું હતું કે શું મારા માટે તાલીમ યોજના બનાવવામાં આવી છે કે નહીં? આ વાતની જાણકારી CBCના ભૂતપૂર્વ વડા આદિલ ઝૈનુલભાઈએ રવિવારે આપી હતી.
એક ન્યુઝ-એજન્સી સાથે વાતચીત કરતાં ઝૈનુલભાઈએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાને એજન્ડા નક્કી કર્યો હતો અને અમને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ખૂબ જ ઊંચું લક્ષ્ય નક્કી કર્યું અને અમને કંઈક પૂરું કરવાનું કહ્યું. જ્યારે મેં પહેલી વાર તેમને અપડેટ આપ્યું ત્યારે તેમણે કહ્યું કે એક મહત્ત્વપૂર્ણ વસ્તુ ખૂટે છે, અમે પૂછ્યું કે શું તો એમણે કહ્યું, તમે મારા માટે કોઈ તાલીમ યોજના બનાવી છે કે નહીં.
ADVERTISEMENT
૨૦૨૧માં સ્થાપિત CBC મિશન કર્મયોગી ચલાવે છે જે નાગરિક સેવાઓની ક્ષમતાના નિર્માણ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ છે.

