ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે સંઘર્ષની પરિસ્થિતિ છે અને ભારતમાં તો તમામ પ્રકારની પાકિસ્તાની કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે પાકિસ્તાનીઓમાં એક ભારતીય ફિલ્મ ટ્રેન્ડ પણ કરી રહી છે.
નેટફ્લિક્સ ટૉપ દસ સૌથી વધુ જોવાયેલી ફિલ્મોનું લિસ્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે સંઘર્ષની પરિસ્થિતિ છે અને ભારતમાં તો તમામ પ્રકારની પાકિસ્તાની કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે પાકિસ્તાનીઓમાં એક ભારતીય ફિલ્મ ટ્રેન્ડ પણ કરી રહી છે. હાલમાં નેટફ્લિક્સની ફિલ્મ ‘જ્વેલ થીફ’ આ દિવસોમાં પાકિસ્તાનમાં ખૂબ જોવામાં આવી રહી છે. સૈફ અલી ખાન અને જયદીપ અહલાવત અભિનીત આ ફિલ્મ પાકિસ્તાનમાં નંબર વન ટ્રેન્ડ કરી રહી છે. નેટફ્લિક્સની સત્તાવાર વેબસાઇટે ટૉપ દસ સૌથી વધુ જોવાયેલી ફિલ્મોનું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં ‘જ્વેલ થીફ’ નંબર વન પર છે.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને વૈશ્વિક સ્તરે અત્યાર સુધી ૮.૩ મિલ્યન વ્યુઝ મળી ચૂક્યા છે. ફિલ્મમાં સૈફ અલી ખાન અને જયદીપ અહલાવત ઉપરાંત નિકિતા દત્તા, કુણાલ કપૂર અને કુલભૂષણ ખરબંદા જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે. ફિલ્મની વાર્તા હીરાની ચોરી પર આધારિત છે, જેમાં સૈફે ચોરનું પાત્ર ભજવ્યું છે.
સૈફ અને જયદીપની આ ફિલ્મ ૨૫ એપ્રિલે OTT પર રિલીઝ થઈ હતી. રિલીઝ બાદ ફિલ્મને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે બે અઠવાડિયાં બાદ આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, પાકિસ્તાનની પણ પ્રથમ પસંદગી બની ગઈ છે.

