વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
`વાસ્તુ વાઇબ્સ`ના ગત લેખમાં આપણે જાણ્યું કે, વાસ્તુના સિદ્ધાંતો આપણાં જીવનમાં બંધનો, મર્યાદાઓ કે ભય ઊભા કરવા માટે નથી. વાસ્તુ તો આપણા જીવનને વધુ ઊર્જાવાન અને સંતુલિત બનાવવા માટે માર્ગદર્શક છે. જૉ કોઈ ઘર, ઓફિસ કે પ્રોપર્ટીની દિશા મૂળભૂત સિદ્ધાંતો અનુસાર ન હોય તો તે અશુભ છે એવું નથી હોતું. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો જરુરી છે.
ADVERTISEMENT
હવે, આજના `વાસ્તુ વાઇબ્સ`ના લેખમાં જાણીએ તમારી જે જગ્યા છે, પછી તે ઘર હોય કે ઓફિસ તમે તેના સાચા ઉપયોગકર્તા છો?
શું તમે તમારી જગ્યાના સાચા ઉપયોગકર્તા છો?
કોન્શિયસ વાસ્તુ જે પ્રશ્નો પૂછે છે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એક પ્રશ્ન એ છે કે, શું તમે જે જગ્યામાં રહો છો અથવા કામ કરો છો તેના સાચા ઉપયોગકર્તા છો?
દરેક જગ્યાની પોતાની અનોખી ઉર્જા હોય છે. જેમ દરેક વ્યક્તિ ચોક્કસ વાઇબ ધરાવે છે, તેમ ઘર કે ઓફિસના પણ પોતાના વાઇબ્રેશન હોય છે. કોન્શિયસ વાસ્તુ તમને તે ઉર્જા સમજવામાં મદદ કરે છે અને તમને સમજાવે છે કે તમારી વ્યક્તિગત ઉર્જા સાથે કેવી રીતે જોડવું.
સૌથી ઉત્તમ બાબત એ છે કે, તમારે દિવાલો તોડવાની કે પછી રૂમ બદલવાની અથવા તો તમારા ઘરનું નવીનીકરણ કરવાની જરૂર નથી. તેના બદલે, તે વ્યવહારુ અને સૌમ્ય ઉકેલો પ્રદાન કરે છે જે તમારી પાસે પહેલેથી જ છે અથવા તો તેની સાથે કામ કરે છે. તે અમુક નાના-નાના અને વ્યવસ્થિત ગોઠવણો કરવા વિશે છે જે તમારી જગ્યામાં તમને કેવું લાગે છે તેમાં મોટો ફરક લાવી શકે છે.
આ અભિગમ ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ પહેલાથી જ પોતાની પ્રોપર્ટીમાં રહે છે. ઘણી વખત, પરંપરાગત વાસ્તુ લોકોને તેમનું ઘર "ખોટું" કહીને ડર અથવા દબાણ પેદા કરે છે અને મોટા ફેરફારોની જરૂર છે તેવું કહે છે. જ્યારે કોન્શિયસ વાસ્તુ ખૂબ જ અલગ રસ્તો અપનાવે છે. તે કઠોર નિયમો લાદતું નથી અથવા તમારા મનમાં ચિંતા પેદા કરતું નથી. તેના બદલે, તે તમારી જગ્યાનો વધુ સમજદારીપૂર્વક, શાંતિપૂર્ણ અને આનંદપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે સ્પષ્ટ અને સકારાત્મક માર્ગદર્શિકા પ્રદાન કરે છે.
સૌથી અગત્યનું, કોન્શિયસ વાસ્તુ તમને પર્યાવરણ સાથે સંબંધ બાંધવા માટે પ્રોત્સાહિત કરે છે. તે તમને અને તમારા ઘરને ફક્ત ભૌતિક બંધારણ તરીકે જ નહીં, પરંતુ તમારા વિકાસ અને સુખાકારીને ટેકો આપતી જગ્યા તરીકે જોવાનું શીખવે છે. આ સંબંધ વિશ્વાસ, જાગૃતિ અને ભાવનાત્મક સલામતીમાં મૂળ ધરાવે છે. જ્યારે તમે તમારી જગ્યા સાથે સુમેળમાં રહેવાનું શરૂ કરો છો, ત્યારે તમારી ઉર્જા કુદરતી રીતે વધે છે, અને જીવન વધુ સંતુલિત લાગે છે.
તમારે કોઈપણ જાતના ભય વગર તમારી જગ્યાઓનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. એ જગ્યામાં કોન્શિયસ વાસ્તુ સમજીને કઈ રીતે ફેરફાર કરી શકો તે જાણીશું આવતા અઠવાડિયાના લેખમાં.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui

