Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 27 April, 2025 07:56 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
કારકિર્દીનાં તમારાં લક્ષ્યો બદલાઈ શકે છે અને તમે ફરીથી મૂલ્યાંકન કરવા માગો છો કે સફળતા ખરેખર તમારા માટે શું અર્થ રાખે છે. જો તમે તમારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ રીતે રાખવા માગતા હો તો જ પ્રતિબદ્ધતા અને વચન આપો. સિનિયર અને માર્ગદર્શકોની સલાહ પર ધ્યાન આપો અને જુઓ કે તમે તેમના માર્ગદર્શનને કેવી રીતે લાગુ કરી શકો છો એ શ્રેષ્ઠ શક્ય માર્ગ છે.


ટૉરસ એક 
મિત્ર તરીકે
ટૉરસ (વૃષભ) રાશિના લોકો સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ તેમના મિત્રોના પડખે ઊભા રહે છે, ભલે તે ફક્ત ખભા પર રડવા માટે હોય. ભલે તેઓ હંમેશાં આસપાસ રહે છતાં મજા ન હોય. વૃષભ રાશિના મિત્રો સામાન્ય રીતે કોઈ પણ કટોકટીમાં સૌથી વિશ્વસનીય હોય છે. તેઓ કોઈની સાથે મિત્રતા કરવામાં સમય લઈ શકે છે, પરંતુ એક વાર કોઈ વ્યક્તિ મિત્ર બની જાય તો વૃષભ રાશિના મિત્રને મિત્રતા તોડવામાં ઘણો સમય લાગે છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


ફરજના સ્થળે કોઈ પણ પડકારનો વ્યવહારુ અભિગમ અપનાવો અને સિનિયરની કે મેન્ટરની સલાહ પર ધ્યાન આપો. પરિવારમાં નાણાકીય બાબતો અને રોકાણો સંભાળતી વખતે ધ્યાન રાખો.
સ્વાસ્થ્ય ટિપ : તમારા સ્વાસ્થ્ય માટે સારી ન હોય એવી કોઈ પણ ખોટી આદતોથી છુટકારો મેળવવા માટે આ સારો સમય છે. તમે બહાર હો ત્યારે કાળજી રાખો કે પૂરતું પાણી પીઓ છો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કામ પર કોઈ પણ સ્પર્ધાત્મક સ્થિતિનો સામનો કરી રહેલા લોકોએ તેઓ શું ઇચ્છે છે એ વિશે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ. પારિવારિક રોકાણો અને આર્થિક બાબતો માટે આ સકારાત્મક સમય છે.
સ્વાસ્થ્ય ટિપ : તમારા ભોજન અથવા કસરતમાં નાના અને શક્ય લાગે એવા ફેરફારો કરો, અતિશયોક્તિ ન કરો. હાઈ બ્લડ-પ્રેશરવાળાઓએ પોતાનું થોડું વધારે ધ્યાન રાખવાની જરૂર છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

પરિવાર અને નજીકના મિત્રો સાથે દલીલો કરવાનું ટાળો. આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને પ્રોજેક્ટ ધરાવતા લોકો માટે સકારાત્મક સમય છે, પરંતુ ટાઇમલાઇન પાળવી ખૂબ જ જરૂરી છે.
સ્વાસ્થ્ય ટિપ : કોઈ પણ બિનજરૂરી દવા કે સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળો. સિનિયરો અને ખાસ કરીને જૂની બીમારી ધરાવતા લોકોએ પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જેનાથી સંઘર્ષ અને તનાવ સર્જાયો હોય એવી કોઈ પણ પરિસ્થિતિમાં પાછા ન જવાનો પ્રયાસ કરો. સંપત્તિને લગતી બાબતો માટે આ સકારાત્મક સમય છે, જ્યાં સુધી તમે તમારું સંશોધન કર્યું હોય.
સ્વાસ્થ્ય ટિપ : ટેવો સુધારવા અને શિસ્તબદ્ધ દિનચર્યા જાળવવા માટે પ્રતિબદ્ધ રહો. વરિષ્ઠ લોકોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ યોગ્ય સમયે કોઈ પણ જરૂરી દવા લે છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

ખૂબ વ્યસ્તતામાં પણ નજીકના સંબંધો અને મિત્રતા પર ધ્યાન આપો. કાનૂની પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોએ નાની કાયદેસરતાઓ વિશે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ, જે ફરક લાવી શકે છે.
સ્વાસ્થ્ય ટિપ : બહાર ભોજન કરતા હો કે ઘરે મગાવતા હો, સારા ફૂડની પસંદગી કરો. તમારી પીઠ અને કરોડરજ્જુની વધારે કાળજી લો, કારણ કે તમે પોતાની જાતે ઈજા પહોંચાડી શકો છો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમે કોઈ પણ મીટિંગ, ઇન્ટરવ્યુ અથવા વાટાઘાટો કરવા જાઓ છો તો પહેલાં તમે જે પરિણામ ઇચ્છો છો એ વિશે ખૂબ સ્પષ્ટ રહો. તમને હેરાન કરનારા લોકોને રાજદ્વારી રીતે સંભાળવાનું રાખો.
સ્વાસ્થ્ય ટિપ : કોઈ પણ અનક્વૉલિફાઇડ વ્યક્તિ પાસેથી આરોગ્ય સંબંધી સલાહ લેવાનું ટાળો અને તમારા પોતાના શરીરને સાંભળો. લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારો કરો જે લાંબા ગાળે ટકાઉ હોય.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

દેખાવથી આગળ જુઓ અને બિનજરૂરી રીતે કોઈ પણ સંઘર્ષ અથવા દલીલોમાં પડવાનું ટાળો. જો મામલો કોઈ કાનૂની મુદ્દો હોય તો બધા કાગળો અને દસ્તાવેજો એક નહીં બે વાર તપાસો.
સ્વાસ્થ્ય ટિપ : કિડની સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોએ પોતાની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે. વાહન ચલાવતી વખતે કાળજી રાખો, કારણ કે તમે અકસ્માત નોતરી શકો છો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

ભૂતકાળની કોઈ પણ સમસ્યાને અવગણવાને બદલે એનો સામનો કરો. જે લોકો ઓછા બજેટ પર રહે છે તેમણે મિત્રો સાથે બહાર જતી વખતે ખર્ચ કરતી વખતે ખૂબ જ સચેત રહેવાની જરૂર છે.
સ્વાસ્થ્ય ટિપ : અતિશયોક્તિ કર્યા વિના તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે પ્રતિબદ્ધ રહો. જેમને ગળાની સમસ્યા હોય છે તેમણે પોતાની જાતની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જેના પર વિશ્વાસ ન કરી શકો એવી કોઈ પણ વ્યક્તિને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળો. ફરજના સ્થળે તમે શ્રેષ્ઠ પ્રયાસ કરો. ભલે તમને આવડતું હોય તો પણ બીજાઓ પાસેથી શીખવાનો પ્રયાસ કરો. 
સ્વાસ્થ્ય ટિપ : એવી આદત પર કામ કરવાની પ્રતિબદ્ધતા બનાવો જે તમારા માટે સારી નથી. જેમને માથાનો દુખાવો કે માઇગ્રેનની સમસ્યા છે તેમણે થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

મિત્રો માટે સમય કાઢો, પરંતુ અંગત બાબતોને અવગણીને વધુ પડતા સામાજિક ન થવાનો પ્રયાસ કરો. બિઝનેસ કરનારા લોકો માટે રોકાણકાર મેળવવા અથવા લોન મેળવવા સકારાત્મક સમય છે.
સ્વાસ્થ્ય ટિપ : ખાંસી અને ગળા સંબંધિત ચેપથી પીડાતા લોકોએ પોતાની જાતની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે. ખાતરી કરો કે તમે પૂરતું પાણી પીઓ છો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો, ખાસ કરીને જો એનાં લાંબા ગાળાનાં પરિણામો હોય. જેમના બૉસ ખૂબ જ કડક હોય તેમણે ખાતરી કરવી જોઈએ કે તેઓ બૉસની ગુડ બુકમાં રહેવાનો પ્રયાસ કરે.
સ્વાસ્થ્ય ટિપ : ભલે મજા ન આવે છતાં હેલ્ધી લાઇફસ્ટાઇલ જાળવવી એ પ્રાથમિકતા હોવી જોઈએ. સિનિયર લોકોએ જો લાંબા સમયથી ચેક-અપ ન કરાવ્યું હોય તો તેઓ ફુલ મેડિકલ ચેક-અપ કરાવી લે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

રોકાણ કરવાની બાબતો પર વધારે પડતી દોડાદોડી વિના શાંતિથી ઘણી બાબતોનું સંચાલન કરો. સિંગલ લોકો માટે આ સકારાત્મક સમય છે. જીવનસાથી શોધનારાઓ શું શોધી રહ્યા છે એ બાબતે સ્પષ્ટ છે.
સ્વાસ્થ્ય ટિપ : ખાતરી કરો કે તમને પૂરતી શાંત ઊંઘ મળે છે. સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાને ન અવગણો. જેઓ તેમના ભોજનની આદતોમાં ફેરફાર કરવા માગે છે તેમણે ધીમે-ધીમે આમ કરવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2025 07:56 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK