ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
તમને જે ઉપયોગી થતું ન હોય એને ભૂલી જવામાં જ સાર છે. આ અભિગમ અપનાવીને તમે ઘણું પ્રાપ્ત કરી શકશો. જો કોઈ બાબતે આમૂલ પરિવર્તન લાવવાની જરૂર જણાય તો એમ કરવામાં ડરતા નહીં. અંગત અને વ્યવસાયી લક્ષ્યો બાબતે મનમાં સ્પષ્ટતા રાખજો. ખાસ કરીને પાચનતંત્રની તકલીફ હોય તો જાતે દવા લેવાનું ટાળજો.
એરીઝ જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?
એરીઝ જાતકો ક્યારેય કોઈ કામ અડધું મૂકતા નથી. આ વાત તેમની દોસ્તીને પણ લાગુ પડે છે. તેઓ હંમેશાં સકારાત્મક અભિગમ રાખીને ચાલતા હોય છે. આથી તેમને કાયમ કાળાં વાદળાંની રૂપેરી કોર દેખાતી હોય છે. તમારા મુશ્કેલ સમયમાં તેઓ સાથ આપનારાં હોય છે. તેઓ ઘણા આશાવાદી હોય છે. તેમને મનોરંજનની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મજા આવતી હોય છે. એરીઝ જાતકો તમારા મિત્ર હોય તો તમને એ તમારા કોચલામાંથી બહાર કાઢીને આનંદિત રાખશે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
સ્વરોજગાર કરનારાઓ અને પ્રોફેશનલ્સે ઘણું સમજી-વિચારીને નિર્ણયો લેવાના રહેશે. અંગત તથા વ્યવસાયી જીવનમાં ભાગીદારી કરવા માટે સાનુકૂળ સમય છે.
આરોગ્યવિષયક સલાહ : સાયનસની ઍલર્જી ધરાવતા જાતકોએ પોતાની થોડી વધુ કાળજી લેવાની રહેશે. જો નિયમિતપણે પૂરતી ઊંઘ નહીં લો તો મનમાં નિરાશા વ્યાપી જવાનું જોખમ રહેશે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
સ્વજનો તથા અન્ય સંબંધીઓ અને સાસરિયાંઓ જોડેના વ્યવહારમાં પરંપરાગત અભિગમ જ ઉપયોગી થઈ રહેશે. જેનું ખરેખર કોઈ મહત્ત્વ ન હોય એવી વસ્તુઓ પાછળ વધુપડતો ખર્ચ કરવાનું ટાળજો.
આરોગ્યવિષયક સલાહ: ખાણી-પીણીમાં કે વ્યાયામમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં પોતાની રીતે પૂરતું સંશો ધન કરી લેજો. જેમને ગળામાં વારેઘડીએ ઇન્ફેક્શન થઈ જતું હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી લેવી.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જો તમે પોતાનો અભિગમ નહીં બદલો તો કોઈ એક તક ગુમાવી દેશો. કાનૂની બાબતે તમામ હકીકતોની ચકાસણી પહેલેથી કરી લેજો.
આરોગ્યવિષયક સલાહ: તમને આધાશીશી કે માથાનો દુખાવો થઈ જાય એવી સ્થિતિ અને એવા ખોરાકથી દૂર જ રહેજો. શક્ય હોય ત્યાં સુધી ઘરે રાંધેલો તાજો ખોરાક જ લેજો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
કામમાં સાતત્ય રાખજો. જરાય કંટાળો કરતા નહીં કે પછી છેલ્લી ઘડીએ બધું કરવા દોડી જવાની ભૂલ કરતા નહીં. તમે જેમાં વિશ્વાસ રાખો છો એના માટે લડી લેવાની તૈયારી રાખજો, જરાય ઉશ્કેરાઈ જતા નહીં.
આરોગ્યવિષયક સલાહ : લાંબી ચાલનારી કોઈ પણ બીમારી સંબંધે તત્કાળ ઉપચાર કરાવવાની જરૂર છે. વરિષ્ઠ નાગરિકોએ પોતાની ઉંમર અને શક્તિ અનુસાર નિયમિતપણે વ્યાયામ કરવો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિને કાબૂમાં રાખવાની કોશિશ કરવાને બદલે જે ખરેખર કરવાની જરૂર છે એના પર જ લક્ષ આપજો. સ્વરોજગાર કરનારાઓ માટે સાનુકૂળ સમય છે.
આરોગ્યવિષયક સલાહ : જો તમે સમયસર કાળજી નહીં લો તો નાની બાબત મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી લેવાની રહેશે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
અંગત અને વ્યાવસાયી જીવનને શક્ય એટલું વધુ સંતુલિત રાખજો. તમને ઊંચા વળતરની ખાતરી આપવામાં આવી હોય તોપણ જોખમી રોકાણો કરતા નહીં.
આરોગ્યવિષયક સલાહ : જો તમે જીવનશૈલીમાં ફેરફાર કરવા ઇચ્છતા હો તો આરોગ્યનાં લક્ષ્યો નક્કી કરવાનું અગત્યનું બની રહેશે. વરિષ્ઠ નાગરિકોએ પોતાની તાસીર પ્રમાણેનો જ ખોરાક લેવો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
યોગ્ય હલ મળી રહે એ માટે પરિસ્થિતિને અલગ નજરે નિહાળવી. લોકો સાથેના વ્યવહારમાં મુત્સદ્દીપણું જાળવવું, પરંતુ પ્રામાણિક પણ રહેવું. યાદ રહે, સત્ય બહાર આવ્યા વગર રહેતું નથી.
આરોગ્યવિષયક સલાહ : તમારી આદતોમાં નાના-નાના ફેરફારો કરશો તોપણ આરોગ્ય સુધારવા માટે એની સારીએવી અસર થશે. જો લાંબી બીમારી માટે કોઈ સ્પેશ્યલિસ્ટને કન્સલ્ટ કરવા હોય તો સંબંધિત તબીબની પસંદગી કાળજીપૂર્વક કરજો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
દરેક પડકારભરી પરિસ્થિતિનો સામનો શાંત ચિત્તે તથા મન પર કાબૂ રાખીને કરવો. જો એકાગ્રતાપૂર્વક થોડી વધુ મહેનત કરશો તો કૌશલ્યમાં નોંધપાત્ર સુધારો કરી શકાશે.
આરોગ્યવિષયક સલાહ : જેમને શ્વસનસંબંધી ઍલર્જી રહેતી હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી લેવી પડશે. જેઓ વજન ઉતારવા કે વધારવા ઇચ્છતા હોય તેમણે ડાયટમાં આમૂલ પરિવર્તન લાવવાનું રહેશે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
અસલામતીને તમારા પર હાવી થવા દેવાને બદલે પોતાની શક્તિઓ પર લક્ષ કેન્દ્રિત કરજો. સ્વરોજગાર કરનારા જાતકોએ પોતાના પ્રોજેક્ટ સંબંધી અભિગમ બદલવાનો રહેશે.
આરોગ્યવિષયક સલાહ : તમે કોઈ વૈકલ્પિક ચિકિત્સાનો ઉપયોગ કરવા ઇચ્છતા હો તો પહેલેથી એના વિશે પૂરતી માહિતી ભેગી કરી લેજો. જેમને હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ રહેતી હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી લેવાની રહેશે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
અંગત જીવનને લગતા કોઈ પણ પ્રશ્નનો મક્કમતાથી, પરંતુ કાળજીપૂર્વક સામનો કરવાનો રહેશે. રોકાણો સંબંધે સાવધાની રાખજો અને ઊંચું વળતર મળવાની ખાતરી આપવામાં આવતી હોય તોપણ જોખમી રોકાણો કરતા નહીં.
આરોગ્યવિષયક સલાહ : લાંબા સમયની બીમારી ધરાવતા જાતકોએ ડૉક્ટરના માર્ગદર્શન અનુસાર જ ચાલવું, જાતે દવા લેવી નહીં. વરિષ્ઠ નાગરિકોએ ઉંમર અને શક્તિ અનુસાર નિયમિતપણે વ્યાયામ કરવો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
કોઈ પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા કરતાં પહેલાં એ નક્કી કરી લેવું કે એમાંથી પોતાને કયું ફળ જોઈએ છે. કામધંધામાં તમારાથી શક્ય હોય એટલી ઉત્તમ કામગીરી બજાવવી, પછી ભલે એનાં પરિણામ વિશે શંકા હોય.
આરોગ્યવિષયક સલાહ : ડૉક્ટરે લખી આપેલી દવા નિશ્ચિત માત્રામાં જ લેવી. દવાની બાબતમાં પોતાની મેળે કોઈ નિર્ણયો ન કરવા. વ્યાયામ કરતી વખતે પીઠ અને કરોડની પૂરતી કાળજી લેવી.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
દરેક પરિસ્થિતિનો સર્વાંગી વિચાર કરવો અને લાંબા ગાળાની દૃષ્ટિએ નિર્ણયો લેવા. જો યોગ્ય અભિગમ રાખશો તો નવા આઇડિયામાં પણ તમને ભરપૂર સંભાવના દેખાવા લાગશે.
આરોગ્યવિષયક સલાહ : ખાસ કરીને જેમને ગાયનનો શોખ હોય તેમણે ગળાની થોડી વધુ કાળજી લેવી. પાત્રતા વગરની વ્યક્તિઓ પાસેથી આરોગ્યને લગતી સલાહ લેવી નહીં.

