નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ફરી એક વખત આધ્યાત્મિક અને કળાત્મક વિશ્વને એકત્ર કરે છે તેમના નવા પ્રદર્શન “Bhakti: Krishna’s Grace” દ્વારા. આ પ્રદર્શન — તારીખ 20 જૂનથી 17 ઑગસ્ટ 2025 સુધી ચાલવાનું છે.
Bhakti: Krishna’s Grace પ્રદર્શનની તસ્વીરોનો કોલાજ
"ભોળપણ એ ભક્તિનું ભૂષણ છે," આ વાક્ય સંત તુકારામે એક ઊંડા ભાવ સાથે કહ્યું છે, અને ખરેખર, ભોળપણ એટલે એ નિર્મળતા, એ નિષ્કપટતા, જે ભક્તિના મૂળમાં વસે છે. સાચી ભક્તિમાં કોઈ ઢાંકપિછોડા, રીતરિવાજ કે કાંઈ ચોક્કસ ઢાંચા હોતા નથી. ભક્તિ એટલે ભક્તનો ભગવાન સાથે સીધો સંબંધ — શબ્દોથી આગળ, વિધિથી પર, અને નિયમોથી ઘણે દૂર.
ભક્તિ એ વ્યક્તિત્વની અભિવ્યક્તિ છે. કોઈ માટે ભક્તિ કાવ્યરૂપમાં પ્રવાહે છે, તો કોઈ માટે તે નૃત્યમાં ઝળહળે છે. કોઈની ભક્તિ ચિત્રોની રંગતમા ખીલે છે, તો કોઈની શિલ્પમાં આકાર પામે છે. ભક્તિ એ ભાવની પવિત્ર ઘટિકા છે — જ્યાં ચિત્ત, ચેતના અને સર્જનશક્તિ—all merge into one divine surrender. (Bhakti: Krishna’s Grace)
ADVERTISEMENT
આ શ્રદ્ધા અને સર્જનાત્મકતાની ચેતનાને જીવંત રૂપ આપવા, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ફરી એક વખત આધ્યાત્મિક અને કળાત્મક વિશ્વને એકત્ર કરે છે તેમના નવા પ્રદર્શન “Bhakti: Krishna’s Grace” દ્વારા. આ પ્રદર્શન — તારીખ 20 જૂનથી 17 ઑગસ્ટ 2025(NMACC: Bhakti: Krishna’s Grace) સુધી ચાલવાનું છે. જેને અશ્વિન ઈ. રાજગોપાલન દ્વારા ક્યૂરેટ કરવામાં આવ્યું છે — કૃષ્ણભક્તિની અનંત અભિવ્યક્તિઓને કલા, સ્થાપત્ય, સાહિત્ય અને હસ્તકલાકૃતિઓના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. જે ભારતના ઐતિહાસિક વારસનું પ્રતીક છે. આ પ્રદર્શન તેના દરેક તબક્કે દર્શાવે છે કે કેવી રીતે ભક્તિ જીવનનું સ્વરૂપ બની શકે છે — ગુફાઓથી મંદિરો સુધી, લોકકળાઓથી શિલ્પો સુધી, કાવ્યથી નૃત્ય સુધી અને ભજનથી ચિત્રો સુધી ભક્તિનો પ્રસાર છે, ભાવ છે અને અભિવ્યક્તિ છે.(NMACC: Bhakti: Krishna’s Grace)
तत् एकम् થી શરૂ થતું આ પ્રદર્શન , "આદિમાં એક જ તત્વ હતું" એવા વિદ્વત્તાપૂર્વકના વિચાર સાથે દર્શકને વિશ્વની ઉત્પત્તિ અને સંરક્ષણમાં વિષ્ણુના અલગ અલગ રૂપો સાથે ભક્તિની શરૂઆત બતાવવામાં આવી છે. જેના વિઝ્યુલાઇઝેશન શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવતમ્ મહાપુરાણના શ્લોકોને આધારે તૈયાર કરાયા છે.
મંદિર વિભાગમાં તમિલનાડુના વૈકુંઠ પેરૂમલ મંદિરનું વિઝ્યુઅલ પુનર્નિર્માણ કરાયું છે જે ભારતની આધ્યાત્મિક સ્થાપત્ય પરંપરાનું ભાવનાત્મક દર્શન કરાવે છે. ક્રાફ્ટ્સ વિલેજ ખાતે દેશભરના લોક કલાકારો પોતાની કૃષ્ણપ્રેરિત કળાઓનું જીવંત પ્રદર્શન કરે છે—જ્યાં ભક્તિ અને લલિતકળાઓ એકમેકમાં ભળી અને સુંદર ચિત્રો અને મૂર્તિઓનું રૂપ ધારણ કરે છે. જ્યાં ભારતીય પ્રાચીન કળાઓ જેમ કે પટ્ટચિત્રો, પિછવાઈ, તાંજોર પઈંટિંગ, પછેડી કળા જેવા ભારતના વિવિધ ભાગના કલાકારો ની પ્રસ્તુતિને રજૂ થઈ છે. અને અંતિમ સ્તરે કલાકૃતિઓના 50 થી વધુ દુર્લભ ચિત્રો, શિલ્પો અને સાહિત્ય કૃષ્ણભક્તિની અનોખી પરંપરાઓ રજૂ કરે છે; જ્યાં ભક્તિ કોઈ ચોક્કસ રીતે નથી કરાતી, પણ આત્માનું ભાવપૂર્વકનું અર્પણ છે. અહીં પ્રદર્શિત કરાયેલા દરેક શિલ્પો અને ચિત્રોમાં આ ભાવ છલકાઈ આવે છે. (NMACC : Bhakti: Krishna’s Grace)
ઈશા અંબાણી કહે છે કે, "ભક્તિ એ માત્ર ધાર્મિકતા નથી, પણ માનવતાના મૂલ્યો — પ્રેમ, કરુણા, શ્રદ્ધા અને એકતાનો ઉત્સવ છે." આ પ્રદર્શન દર્શાવે છે કે કેવી રીતે ભક્તિ એક પવિત્ર ઘટના બની શકે છે — જ્યાં વ્યક્તિ પોતાના અંદરના કૃષ્ણને શોધે છે. ભક્તિ એ છે જ્યાં ભોળપણ સમર્પણ બની જાય છે, અને કૃષ્ણની કૃપા સંસ્કૃતિના દરેક કણમાં પ્રગટે છે.

