યંગસ્ટર્સમાં સૌથી કૉમન અને સૌથી વધુ પહેરાતું ફૅબ્રિક એટલે ડેનિમ. એને નવી અને અલગ રીતે સ્ટાઇલ કરીને તમારા લુકને અપગ્રેડ કેમ કરવો એની ટિપ્સ લઈ લો
ડેનિમ સ્કર્ટ, ક્રૉસ બૉડી બૅગ, લાઇટ ડાર્ક શેડ્સમાં જીન્સ અને જૅકેટ
એવરગ્રીન ફૅબ્રિક કહેવાતું ડેનિમ ફૅશનમાંથી ક્યારેય આઉટડેટેડ નહીં થાય, પણ સમય પ્રમાણે એના સ્ટાઇલિંગમાં ફેરફાર કરવામાં આવે તો ફ્રેશ ટ્રેન્ડી લુક મેળવી શકાય. એને અલગ-અલગ પ્રકારે સ્ટાઇલ કરવા માટે જ્વેલરી, બેલ્ટ, સ્કાર્ફ અને શૂઝ જેવી ઍક્સેસરીઝ અને આઉટફિટ્સ સાથે પેર કરીને નવો ટ્રેન્ડી અને ફ્રેશ લુક મળી શકે જે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ પણ બની શકે છે.
હાઈ-વેસ્ટ જીન્સ પસંદ કરો
ADVERTISEMENT
સ્કિની જીન્સ આઉટડેટેડ થઈ ગયાં છે તેથી એને બદલે હાઈ-વેસ્ટ અને લૂઝ ફિટ ડેનિમ જીન્સ પહેરવાનું પસંદ કરો. એમાં મૉમ જીન્સ, સ્ટ્રેટ લેગ, વાઇડ લેગ અથવા બૉયફ્રેન્ડ જીન્સ ટ્રેન્ડમાં છે. આવાં જીન્સને ક્રૉપ ટૉપ્સ અથવા ટૅન્ક ટૉપ સાથે સ્ટાઇલ કરી શકાય. હાઈ-વેસ્ટ ડેનિમ સાથે ક્રૉપ ટૉપ તમારા ફિગરને હાઇલાઇટ કરશે. આ ઉપરાંત આવા જીન્સ પર શર્ટ કે ટી-શર્ટને જીન્સમાં ટક પણ કરી શકાય. આ પ્રકારનું સ્ટાઇલિંગ કૅઝ્યુઅલ લુક માટે બેસ્ટ છે.
ડેનિમ જમ્પસૂટ, જીન્સ પર સ્નીકર્સ, હાઇ વેસ્ટ જીન્સ સાથે ક્રૉપ ટૉપ
લેયરિંગ કરો
ડેનિમ જીન્સ પર બ્લેઝર, ઓવરસાઇઝ્ડ શર્ટ, ટ્રેન્ચ કોટ કે લાઇટવેઇટ જૅકેટ તમારા લુકને રેગ્યુલર કરતાં થોડો અલગ બનાવશે. ડેનિમ ઑન ડેનિમની ફૉર્મ્યુલા પણ અપનાવી શકાય. એટલે કે જો જીન્સ લાઇટ કલરનું હોય તો જૅકેટને ડાર્ક રાખો. અલગ શેડ્સનાં ડેનિમ જીન્સ અને જૅકેટ્સ સાથે પહેરી શકાય. જૅકેટ ઉપરાંત ડેનિમનાં મિડી સ્કર્ટ્સ અને ડિસ્ટ્રેસ્ડ મિની સ્કર્ટ્સ તમારા લુકને સરસ ચેન્જ આપે છે. અત્યારે ડેનિમ જમ્પ સૂટ્સને યોગ્ય રીતે સ્ટાઇલ કરીને પહેરશો તો એ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી ફીલ કરાવશે.
ઍક્સેસરીઝ
જો તમે ફક્ત ડેનિમ જીન્સ અને નૉર્મલ ટૉપ પહેરો છો તો ઍક્સેસરીઝથી સ્ટાઇલિંગ કરશો તો લુક એન્હૅન્સ થશે. ડેનિમ પહેરો ત્યારે ચેઇન્સ, રિંગ્સ, હુપ્સ, ઇઅરરિંગ્સ લુકને ટ્રેન્ડી ટચ આપે છે. આ સાથે સ્ટેટમેન્ટ-બેલ્ટ ડેનિમના લુકને ચમક આપે છે. આ ઉપરાંત મિની બૅકપૅક અને ક્રૉસ-બૉડી બૅગ્સ જેવી ટ્રેન્ડી ઍક્સેસરીઝ કૅરી કરશો તો તમારી સ્ટાઇલને હાઇલાઇટ કરશે. ડેનિમનું જીન્સ પહેરો, સ્કર્ટ પહેરો કે વન-પીસ પહેરો; ફુટવેઅરમાં સ્નીકર્સ એવરગ્રીન ઑપ્શન છે. એ પહેરવામાં કમ્ફર્ટેબલ હોવાને લીધે ડેનિમને પણ પૉપ-અપ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત જો પાર્ટી કે ઈવનિંગ ફંક્શન્સમાં ડેનિમ પહેરીને જવાનું હોય તો હીલ્સ અથવા સ્લાઇડ્સ પહેરી શકાય.

