દેખાવમાં કૂલ, સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ ફીલ કરાવે એવાં સેલિબ્રિટી-અપ્રૂવ્ડ ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્સને તમે પણ અલગ-અલગ રીતે સ્ટાઇલ કરી શકો છો
આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ
બૉલીવુડથી લઈને હૉલીવુડ સુધીની સેલેબ્રિટીઝ કૅઝ્યુઅલ વેઅર અને ઍરપોર્ટ લુકમાં ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્સને અપનાવી રહી છે અને આ ટ્રેન્ડ ફૅશનમાં પૉપ્યુલર બની રહ્યો છે. તેથી હવે ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્સ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગયાં છે. પોતાની સાઇઝ કરતાં મોટું ટી-શર્ટ પહેરતી વખતે સેલિબ્રિટીઝ જેવો સ્ટાઇલિશ, કૉન્ફિડન્ટ અને એક્સ્ટ્રીમલી કમ્ફર્ટેબલ લુક મેળવવો હોય તો આવાં ટી-શર્ટ્સને ખરીદતી વખતે અને એને સ્ટાઇલ કરતી વખતે થોડું ધ્યાન રાખશો તો તમારી સ્ટાઇલ ઇન્સ્ટાગ્રામવર્ધી બની જશે.
યોગ્ય સાઇઝ હોવી જરૂરી
ADVERTISEMENT
ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્સનો અર્થ એ નથી કે તમારી સાઇઝ કરતાં કોઈ પણ મોટી સાઇઝનાં ટી-શર્ટ્સ પહેરી લીધાં. તમારી નિયમિત સાઇઝ કરતાં એકથી બે સાઇઝ જ મોટું ટી-શર્ટ પસંદ કરવું. ધારો કે તમારી સાઇઝ મીડિયમ હોય તો લાર્જ અથવા XL સાઇઝનાં ટી-શર્ટ તમે પહેરી શકો. ખભાની લાઇન અને સ્લીવ્ઝની લંબાઈ બૅલૅન્સમાં રહેશે તો જ તમારો લુક સારો આવશે. હાઇટમાં અતિશય લાંબાં ટી-શર્ટ્સ પહેરવાનું ટાળવું જોઈએ નહીં તો એ તમારી પર્સનાલિટીને એન્હૅન્સ કરવાને બદલે વિયર્ડ બનાવી શકે છે. મિડ-થાઇ અને હિપ લેન્ગ્થ સુધીની લંબાઈ પર્ફેક્ટ સાઇઝ માનવામાં આવે છે.
ફૅબ્રિકની પસંદગી
ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ માટે ફૅબ્રિકનું સિલેક્શન પણ બહુ જ મહત્ત્વનું છે. કૉટન અથવા કૉટન બ્લેન્ડ્સવાળાં ફૅબ્રિક સૌથી વધુ કમ્ફર્ટેબલ રહે છે. જો આખો દિવસ બહાર રહેવાનું હોય તો બ્રીધેબલ ફૅબ્રિકની પસંદગી તમારી સ્ટાઇલમાં એક્સ્ટ્રા કમ્ફર્ટ ઍડ કરશે. જો પાર્ટી કે નાઇટઆઉટમાં જવું હોય તો થોડી શાઇનવાળા અથવા જર્સી મટીરિયલ ટ્રાય કરી શકાય.
ન્યુટ્રલ કલર ક્લાસી વાઇબ આપે
સફેદ, કાળા, ગ્રે કે બેજ કલરનાં ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્સ કોઈ પણ બૉટમ સાથે કૂલ અને ક્લાસી વાઇબ આપશે. જો તમને યુથફુલ અને ફન્કી વાઇબ્સ જોઈએ તો ગ્રાફિક પ્રિન્ટ્સ અથવા મિનિમલ લોગોવાળાં ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્સ તમારી પર્સનાલિટીમાં અલગ ચાર્મ ઉમેરશે.
ક્યાં પહેરી શકાય?
કૉલેજ અથવા ફ્રેન્ડ્સ સાથેના ડેઇલી આઉટિંગમાં ટ્રાઉઝર્સ અને સ્નીકર્સ સાથે ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ સ્ટાઇલ કરી શકાય. જિમ અથવા સ્પોર્ટી લુક મેળવવા માટે જૉગર્સ અથના શૉર્ટ્સ સાથે પેર કરવું પર્ફેક્ટ રહેશે. ટ્રાવેલિંગ દરમિયાન, બીચ-ટ્રિપ અથવા નાઇટઆઉટ જેવા ઓકેઝન માટે ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્સ વન-સ્ટૉપ સૉલ્યુશન છે. પ્રસંગ મુજબ ફુટવેઅર અને બૉટમ્સ સમજદારીપૂર્વક બદલશો તો એ તમારા લુકને વધુ સ્ટાઇલિશ અને હટકે બનાવશે.
સ્ટાઇલિંગ ટિપ્સ
ક્લાસિક બ્લુ ડેનિમ અથવા ડિસ્ટ્રેસ્ડ જીન્સ પર ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્સ તમને સેલિબ્રિટી સ્ટાઇલ સ્ટ્રીટ-ફૅશન જેવી ફીલિંગ આપશે.
કૅઝ્યુઅલ આઉટિંગ માટે કે બીચ પર ફરવા જાઓ તો પણ ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ સાથે શૉર્ટ્સ પહેરશો તો એ કમ્ફર્ટ સાથે સ્ટાઇલિશ લુક આપશે.
ટી-શર્ટ પર ડેનિમ જૅકેટ, ચેક્સ શર્ટ અથવા ઓપન ફ્રન્ટ શર્ટ પહેરવાથી લેયર્ડ લુક મળશે. આ પ્રકારની ફૅશન દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને જસ્ટિન બીબર જેવા કલાકારો અપનાવે છે અને એ પૉપ્યુલર પણ થઈ રહી છે.
ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્સ સાથે સ્નીકર્સ, લોફર્સ અને કૂલ સ્લાઇડ્સ તમારા કૅઝ્યુઅલ લુકને કૉમ્પ્લીમેન્ટ કરશે.
ઍક્સેસરીઝમાં પણ કૅપ, સનગ્લાસિસ, હાથમાં બ્રેસલેટ અથવા વૉચ, ગળામાં ચેઇન જેવી નાની ઍક્સેસરીઝ પણ મોટો ઇમ્પૅક્ટ ક્રીએટ કરે છે. છોકરાઓ માટે બૅકપૅક અથવા ક્રૉસ બૉડી બૅગ અને છોકરીઓ માટે ટોટ અથવા સ્લિંગ બૅગ સિમ્પલ લુકને સ્ટાઇલિશ બનાવશે.

