ગરમીમાં પરસેવાને કારણે ચહેરા પરનો મેકઅપ લાંબા સયમ સુધી ટકાવવાનું મુશ્કેલ થઈ જાય છે. આજે એના કેટલાક ઉપાય જાણી લો
પ્રતીકાત્મક તસવીર
મેકઅપ કરતાં પહેલાં સૌથી પહેલાં ચહેરાને માઇલ્ડ ફેસવૉશથી સારી રીતે ધોઈને ટૉવેલથી સાફ કરી નાખો. ધ્યાન રાખવું કે તમે જે પણ મેકઅપ પ્રોડક્ટ લગાવવાના હો એને સ્કિન પર લગાવ્યા બાદ સારી રીતે ઍબ્સૉર્બ થવા દો, ડાયરેક્ટ એક પછી એક પ્રોડક્ટ ન લગાવો.
શક્ય હોય તો ફક્ત બેઝિક સ્કિન-કૅર કરો
ADVERTISEMENT
આમ તો ઉનાળામાં પરસેવો ખૂબ થતો હોય એટલે એવામાં વધુપડતા મેકઅપના લેયર લગાડવાનું ટાળવું જોઈએ. જાડા લેયરવાળા અને ગ્રીસી સ્કિન-કૅર પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રયત્ન કરો કે મેકઅપ માટે ફક્ત ચાર વસ્તુ ક્લેન્ઝર, સિરમ, મૉઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો જ ઉપયોગ થાય. ધ્યાન રાખવું કે તમારું મૉઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન બન્ને જ જેલ-બેઝ્ડ હોવાં જોઈએ.
ફેસ મેકઅપ કરતી વખતે ધ્યાન રાખવા જેવું
મેકઅપનું પહેલું સ્ટેપ હોય છે પ્રાઇમર. એ ત્વચાનાં ખુલ્લાં છિદ્રોને બંધ કરવામાં અને મેકઅપને ચહેરા પર ટકાવી રાખવામાં મદદ કરે છે. ગરમીમાં તમે વૉટરપ્રૂફ અથવા સ્વેટપ્રૂફ અને ઑઇલ-ફ્રી પ્રાઇમરનો જ ઉપયોગ કરો. ગરમીમાં જેટલો લાઇટ મેકઅપ કરીએ એટલું સારું. એટલે શક્ય હોય એટલું લાઇટ ફાઉન્ડેશન અથવા કન્સીલરનો ઉપયોગ કરો. તમે ફાઉન્ડેશન એવું યુઝ કરો જે ઑઇલ-ફ્રી હોય અને કન્સીલર એવું યુઝ કરો જે લાઇટ-વેઇટ, લૉન્ગ-લાસ્ટિંગ અને વૉટરપ્રૂફ હોય. ફાઉન્ડેશન, કન્સીલર વગેરે લગાવ્યા પછી મેકઅપને સેટ કરવા માટે પાઉડરનો ઉપયોગ કરો. ટી-ઝોન અથવા જ્યાં સ્કિન વધારે ઑઇલી હોય ત્યાં સરખી રીતે પાઉડર લગાવો. મેકઅપ કમ્પ્લીટ થયા બાદ સેટિંગ સ્પ્રે લગાવ્યા વગર ઘરની બહાર ન જાઓ, નહીંતર પરસેવાને કારણે બધો જ મેકઅપ ખરાબ થઈ જશે. તમે આઇલાઇનર લગાવવાના હો તો એવું લગાવો જે વૉટરપ્રૂફ અને સ્મજપ્રૂફ હોય. એવી જ રીતે ગરમીમાં લિપસ્ટિકની જગ્યાએ લિપબામ કે લિપટિન્ટ લગાવવું જોઈએ.

