આઇ-પૅચિસ હવે ફૅશન-સ્ટેટમેન્ટ નહીં પણ સ્કિનકૅર રૂટીનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયા છે. સિલિકૉન અને જેલવાળા આઇ-પૅચિસ હાઇડ્રેશન આપવાની સાથે ડાર્ક સર્કલ્સને દૂર કરે છે
આલિયા ભટ્ટ, સુહાના ખાન
આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા, સુહાના ખાન જેવી સેલેબ્રિટીઝે આંખોની નીચેના ભાગમાં લગાવાતા આઇ-પૅચિસને ફૅશનનો ભાગ બનાવી દીધા છે, પણ શું એ માત્ર ગ્લૅમરસ દેખાવા પૂરતું જ છે? જવાબ છે ના. આઇ-પૅચિસ ખરેખર ત્વચાની સંભાળમાં અસરકારક ભૂમિકા ભજવે છે. સ્કિનને ફીલ ગુડ કરાવવાની સાથે પૅચિસ સુપર કૂલ પણ લાગે છે એવું તેમનું માનવું હોવાથી ઘણી બ્યુટી-બ્રૅન્ડ્સ એનું વેચાણ કરવા લાગી છે. આંખોની નીચેના એરિયાને કવર કરતા નાનકડા આઇ-પૅચિસનું મહત્ત્વ અત્યારે બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં વધી ગયું છે ત્યારે એના વિશે વધુ જાણીએ.
શું છે આઇ-પૅચિસ?
ADVERTISEMENT
આંખની નીચેના એરિયાને કવર કરતા આઇ-પૅચિસ સૉફ્ટ જેલ કે સિલિકૉન આધારિત પૅડ્સ હોય છે જે ખાસ કરીને ત્વચામાં રહેલા કોલૅજન નામના પ્રોટીનને બૂસ્ટ કરવા તથા આંખોની નીચેનાં ડાર્ક સર્કલ, પફીનેસ અને ડ્રાયનેસને ઘટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. આ પૅચિસ હાઇડ્રેટિંગ સિરમ, હાયોલ્યુરૉનિક ઍસિડ, નાયસિનામાઇડ, રેટિનોલ, વિટામિન C, સ્નેલ મુસિન જેવા ઘટકોમાં ભીંજાવેલા હોય છે જે ત્વચામાં આસાનીથી શોષાઈ જાય છે અને ટૂંક સમયમાં સારાં પરિણામો આપે છે. એ આંખોની સુંદરતાને વધારવાની સાથે ત્વચાને હાઇડ્રેટ અને રિફ્રેશ કરે છે. પૅચિસમાં રહેલું રેટિનોલ ઍન્ટિ-એજિંગનું કામ કરતું હોવાથી કરચલીઓ અને લાઇન્સને આવતી રોકે છે. કોઈ પ્રસંગ પહેલાં તરત જ ચહેરા પર તાજગી લાવવી હોય ત્યારે આ પૅચિસ ઝડપથી કામ કરશે અને રિઝલ્ટ પણ આપશે.
કેવી રીતે ઉપયોગ કરવો?
સૌથી પહેલાં ફેસ વૉશ કરવો અને પૅચિસને આંખોની નીચે લૅશ લાઇનથી થોડે દૂર લગાવવા. પૅચનો જાડો ભાગ ચહેરાની બહાર તરફ આવે એ રીતે પ્લેસ કરવા અને એને ઓછામાં ઓછી ૧૦ અને વધુમાં વધુ ૩૦ મિનિટ સુધી રાખવા. પછી પૅચિસ હટાવીને સ્કિન પર રહેલું સિરમ શોષાઈ ન જાય ત્યાં સુધી હળવા હાથે મસાજ કરો. પૅચિસ લગાવવાનો બેસ્ટ ટાઇમ રાતે સૂતાં પહેલાં અથવા મેકઅપ પહેલાંનો છે. માર્કેટમાં સિંગલ યુઝ અને રીયુઝેબલ એમ બન્ને પ્રકારના પૅચિસ ઉપલબ્ધ છે. સિંગલ યુઝ પૅચ સીધા સિરમમાં જ ભીંજાવેલા હોય છે અને એ એક વખત યુઝ કરી શકાય એવા હોય છે. રીયુઝેબલ પૅચ સિલિકૉન આધારિત હોય છે. એમાં આપણે પોતાનું સિરમ અથવા જેલ લગાવી શકાય છે. રીયુઝેબલ પૅચનો ઉપયોગ કર્યા બાદ એને પાણીમાં સરખા સાફ કરીને બૉક્સમાં સાચવવા જરૂરી છે. પૅચને બાથરૂમમાં રાખવાને બદલે બેડની બાજુના ડ્રૉઅરમાં રાખવા યોગ્ય છે, કારણ કે વૉશરૂમમાં બૅક્ટેરિયા હોવાથી ઇન્ફેક્શન થવાના ચાન્સ વધારે હોય છે.
સ્ટાઇલ સ્ટેટમેન્ટ
સ્કિનકૅર રૂટીન ઉપરાંત આઇ-પૅચિસ સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બની રહ્યા છે. ઑફિસ જતી વખતે કારમાં પૅચિસ લગાવી લીધા, બહાર ફરવા કે પ્રસંગમાં, ગ્રોસરી શૉપિંગ કરતી વખતે, મૂવી જોતી વખતે યુવતીઓ પૅચિસ ફ્લૉન્ટ કરતી હોય છે. એનું ચલણ આટલું વધી ગયું હોવાથી ઘણી બ્રૅન્ડ્સ ડિઝાઇનર, પ્રિન્ટેડ અને 3D ઇફેક્ટ્સવાળા પૅચિસ બનાવી રહી છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
જ્યાં સુધી તમે પૅચિસના ઘટકો સાથે પરિચિત ન હો ત્યાં સુધી હંમેશાં પૅચ-ટેસ્ટ કરો. કેટલીક વખત ઘાટા પરફ્યુમ અથવા રાસાયણિક ઘટકોને લીધે બળતરા અથવા ઍલર્જી થઈ શકે છે.
રીયુઝેબલ પૅચિસ જો યોગ્ય રીતે સાફ ન થાય તો એમાં બૅક્ટેરિયા જમા થઈને ઇન્ફેક્શન થઈ શકે છે તેથી સિંગલ યુઝ પૅચિસ વાપરવાનો આગ્રહ રાખવો. તમને ઇન્સ્ટન્ટ ફ્રેશનેસ જોઈતી હોય તો આ પૅચિસનો ઉપયોગ કરવો ઠીક છે, પણ એ લાંબા ગાળાનો ઉકેલ નથી. નિયમિત સ્કિનકૅર માટે એ જરૂરી છે.
જ્યાં સુધી તમે પૅચિસના ઘટકો સાથે પરિચિત ન હો ત્યાં સુધી હંમેશાં પૅચ-ટેસ્ટ કરો. કેટલીક વખત ઘાટા પરફ્યુમ અથવા રાસાયણિક ઘટકોને લીધે બળતરા અથવા ઍલર્જી થઈ શકે છે.
રીયુઝેબલ પૅચિસ જો યોગ્ય રીતે સાફ ન થાય તો એમાં બૅક્ટેરિયા જમા થઈને ઇન્ફેક્શન થઈ શકે છે તેથી સિંગલ યુઝ પૅચિસ વાપરવાનો આગ્રહ રાખવો.
તમને ઇન્સ્ટન્ટ ફ્રેશનેસ જોઈતી હોય તો આ પૅચિસનો ઉપયોગ કરવો ઠીક છે, પણ એ લાંબા ગાળાનો ઉકેલ નથી. નિયમિત સ્કિનકૅર માટે એ જરૂરી છે.

